Proud of Gujarat
bharuchCrime & scandalFeaturedGENERAL NEWSGujaratINDIAUncategorized

આમોદના મછાસરા ગામે મૃતકના નામે બોગસ દસ્તાવેજ બનાવી કરોડોની વારસાઈ જમીન પચાવી પાડવાનું મસમોટું કૌભાંડ: ભરૂચ જિલ્લા કલેક્ટર અને જમીન તકેદારી સમિતિમાં લેખિત ફરિયાદ   : સને ૧૯૮૧માં અવસાન પામેલા વ્યક્તિના હક્કો ૨૦૦૬માં ઊભા કરી જમીન હડપ કરવાનો કારસો!  : સૂરતની મહિલા ખરીદદારો અને સંડોવાયેલા ભૂમાફિયાઓ સામે તાત્કાલિક એફ.આઇ.આર. (F.I.R.) નોંધી જેલહવાલે કરવા વારસદારોની ગર્જના

Share

 

 

Advertisement

ભરૂચ જિલ્લાના આમોદ તાલુકાના મછાસરા ગામ ખાતે વડીલોપાર્જિત ખેતીની જમીન પર નજર બગાડીને ભૂમાફિયાઓ દ્વારા કાયદાના ધજાગરા ઉડાડતો એક ચોંકાવનારો કિસ્સો પ્રકાશમાં આવ્યો છે. પૂર્વયોજિત કાવતરું રચી, વર્ષો પહેલાં અવસાન પામેલા વ્યક્તિની ખોટી સહીઓ અને બોગસ દસ્તાવેજોના જોરે કિંમતી જમીન પચાવી પાડવાના આ ગંભીર ષડયંત્ર સામે મૂળ વારસદારો મેદાને પડ્યા છે. વારસદારો દ્વારા ભરૂચ જિલ્લા કલેક્ટરશ્રી તથા જિલ્લા જમીન તકેદારી સમિતિ (લેન્ડ ગ્રેબિંગ કમિટી) સમક્ષ સત્તાવાર ફરિયાદ દાખલ કરી કસૂરવારો વિરુદ્ધ કડક કાનૂની કાર્યવાહી અને જેલની સજાની માંગણી કરવામાં આવી છે.

અરજદાર કાંતિભાઈ મોહનભાઈ સોલંકી, જયંતિભાઈ મોહનભાઈ સોલંકી તથા મગનભાઈ મોહનભાઈ સોલંકી દ્વારા કરવામાં આવેલી સંયુક્ત રજૂઆત મુજબ, મછાસરા ગામની સીમમાં આવેલ ખેતીલાયક જમીન જેનો જૂનો બ્લોક/સર્વે નંબર ૮૮૭ અને ૯૬૦ (નવો સર્વે નં. ૨૨૨ અને ૧૩૮) છે, તે તેમની બાપદાદાની વડીલોપાર્જિત મિલકત છે. આ જમીન પર સીધી લીટીના અન્ય વારસદારો હયાત હોવા છતાં, પરિવારના એક સદસ્ય જીવાભાઈ હીરભાઈ દ્વારા પોતે જ સર્વે નંબરના ‘એકમાત્ર અને સ્વતંત્ર માલિક’ હોવાનું ખોટું દર્શાવીને ગેરકાયદેસર દસ્તાવેજો તૈયાર કરાવી દીધા હતા.

 

અરજદારોએ દસ્તાવેજી પુરાવાઓ સાથે રજૂઆત કરતાં જણાવ્યું છે કે, મૂળ ખાતેદાર મોહનભાઈ બેચરભાઈ સોલંકીનું અવસાન તા. ૨૧/૦૫/૧૯૮૪ના રોજ થયું હતું, જ્યારે કાકા શિવાભાઈ બેચરભાઈ સોલંકીનું અવસાન તા. ૧૭/૦૮/૧૯૮૧ના રોજ અપરણિત અવસ્થામાં થયું હતું.

હવે સૌથી મોટો સવાલ એ ઊભો થાય છે કે, જે વ્યક્તિનું અવસાન સને ૧૯૮૧માં થઈ ચૂક્યું હોય, તેના હક્કો ૨૫ વર્ષ પછી એટલે કે તા. ૦૨/૦૪/૨૦૦૬ના રોજ થયેલા દસ્તાવેજ નં. ૨૭૬/૨૦૦૬ અને ૨૭૭/૨૦૦૬ માં કઈ રીતે દર્શાવી શકાય? સ્વર્ગસ્થ વ્યક્તિ સહી કરવા ક્યાંથી આવ્યા? આ બાબત જ સ્પષ્ટ સાબિત કરે છે કે સરકારી તંત્ર અને કાયદાની આંખમાં ધૂળ નાખીને પૂરેપૂરી છેતરપિંડી આચરવામાં આવી છે.

 

આ કૌભાંડમાં મહેસૂલી તંત્રની ભૂમિકા સામે પણ આંગળી ચીંધાઈ છે. હક્ક પત્રકમાં ફેરફાર નોંધ નં. ૪૯૭ અને ૪૯૮ તારીખ ૨૭/૦૮/૨૦૧૨ના રોજ એક જ દિવસે પાડી દેવામાં આવી હતી, જે ‘બોમ્બે લેન્ડ રેવન્યુ કોડ’ની કાનૂની જોગવાઈઓ વિરુદ્ધ છે. સ્પષ્ટપણે સરકારી નિયમોને નેવે મૂકીને વારસદારોના કાયદેસરના હક્ક-હિસ્સા ડુબાડવાનો બદઇરાદો પાર પાડવામાં આવ્યો છે.

કાયદાકીય દ્રષ્ટિએ આ દસ્તાવેજ શરૂઆતથી જ રદબાતલ (Null & Void) ઠરે છે. અરજદારોએ સ્પષ્ટ આક્ષેપ કર્યો છે કે આ જમીન ખરીદનાર સુરતના રાણીતળાવ, શનાબિલ એપાર્ટમેન્ટ ખાતે રહેતા (૧) સગુપ્તાબાનુ રજાકભાઈ અને (૨) નસીમબાનુ રજાકભાઈ દ્વારા મિલકત પચાવી પાડવાના ઈરાદે આ કાવતરું ઘડવામાં આવ્યું છે.

 

અરજદારોએ કલેક્ટરશ્રી અને જમીન તકેદારી સમિતિ સમક્ષ આક્રોશ વ્યક્ત કરતા માંગણી કરી છે કે:”ગરીબ વારસદારોના મોંમાંથી કોળિયો છીનવી લેનારા આવા ભૂમાફિયાઓ અને બોગસ દસ્તાવેજ બનાવનારા તમામ તત્વો સામે તુરંત જ છેતરપિંડી, વિશ્વાસઘાત અને કાવતરા અંતર્ગત એફ.આઇ.આર. (F.I.R.) દાખલ કરી કડકમાં કડક જેલની સજા કરવામાં આવે અને બોગસ દસ્તાવેજો તાત્કાલિક રદ જાહેર કરવામાં આવે.”

આ ચકચારી પ્રકરણ સામે આવતાં જ પંથકના જમીન દલાલો અને ભૂમાફિયાઓમાં ભારે ફફડાટ વ્યાપી ગયો છે.


Share

Related posts

ભરૂચ : આજે સાંજ સુધીમાં નર્મદા નદીની સપાટીમાં નોંધપાત્ર ઘટાડો થાય તેવી સંભાવના.

ProudOfGujarat

ભરૂચ નો ગોડી રોડ બન્યો ખાડા રોડ તંત્રની નિષ્ફળતા નો વધુ એક નમૂનો સામે આવ્યો

ProudOfGujarat

OLX પર વેચાણ કરવા મુકેલ હેરિયર કાર યુવક કઈ રીતે ચોરી કરી ગયો વાંચો : ધનસુરા પોલીસે કાર શોખીન ચોરને ગણતરીના કલાકોમાં દબોચ્યો

ProudOfGujarat

Leave a Comment

error: Content is protected !!