ભરૂચ : જિલ્લા રોજગાર વિનિમય કચેરી, ભરૂચ દ્વારા યુવાનોને રોજગારીની ઉત્તમ તકો પૂરી પાડવાના આશયથી એક ભવ્ય ઔદ્યોગિક રોજગાર ભરતી મેળાનું આયોજન કરવામાં આવ્યું છે. આગામી ૨૩મી ઓક્ટોબર ૨૦૨૬ના રોજ (શુક્રવાર) સવારે ૧૧:૦૦ કલાકે આઈ.ટી.આઈ. (ITI), ઝઘડિયા ખાતે આ ભરતીમેળો યોજાનાર છે. આ ભરતી મેળામાં ભરૂચ જિલ્લાના યુવા વર્ગ માટે નોકરી મેળવવાની સોનેરી તક ઉપલબ્ધ થઈ છે.
ભાગ લેનાર અગ્રણી કંપનીઓ:
-
સુયોગ લાઇફ સાયન્સ પ્રા. લિ. (અંકલેશ્વર)
Advertisement -
રવિરત્ન મોટર્સ પ્રા. લિ. (ભરૂચ)
-
યુનિક ટેકનો સર્વિસીસ પ્રા. લિ. (અંકલેશ્વર)
-
સન ફાર્માસ્યુટિકલ ઇન્ડસ્ટ્રીઝ લિ. (અંકલેશ્વર)
-
મહંસરીયા ટાયર્સ પ્રા. લિ. (પાનોલી)
-
યુવાશક્તિ ફાઉન્ડેશન (વડોદરા)
-
એલઆઈસી ઓફ ઈન્ડિયા (ભરૂચ)
-
એમ.આર.એફ લિ. (દહેજ)
-
બ્રિટાનિયા ઇન્ડસ્ટ્રીઝ લિ. (ઝઘડિયા)
-
રાહુલ ફેરોમેટ એન્ડ એન્જિનિયરિંગ પ્રા. લિ. (ઝગડિયા)
લાયકાત ધરાવતા ઉમેદવારો:
આ ભરતી મેળામાં એસ.એસ.સી. (SSC), એચ.એસ.સી. (HSC), આઈ.ટી.આઈ. (કોઈપણ ટ્રેડ), ડિપ્લોમા / બી.ઈ. (કેમિકલ), બી.એસ.સી. / એમ.એસ.સી. (કેમિસ્ટ્રી) તેમજ કોઈપણ વિદ્યાશાખાના સ્નાતક લાયકાત ધરાવતા ઉમેદવારો ભાગ લઈ શકશે.
જિલ્લા રોજગાર અધિકારી, ભરૂચ દ્વારા જારી કરાયેલી અખબારી યાદીમાં લાયકાત ધરાવતા તમામ ઈચ્છુક ઉમેદવારોને નિયત સમયે ઉપસ્થિત રહેવા અનુરોધ કરવામાં આવ્યો છે.
