Proud of Gujarat
bharuchCrime & scandalFeaturedGENERAL NEWSGujaratINDIAUncategorized

ભરૂચ જિલ્લામાં ૨૩મી ઓક્ટોબરે યોજાશે વિશાળ ઔદ્યોગિક રોજગાર ભરતી મેળો : ઝઘડિયા ITI ખાતે સવારે ૧૧:૦૦ વાગ્યે યોજાનાર આ મેળામાં અંકલેશ્વર, દહેજ અને પાનોલીની નામાંકિત કંપનીઓ લેશે ભાગ

Share

ભરૂચ : જિલ્લા રોજગાર વિનિમય કચેરી, ભરૂચ દ્વારા યુવાનોને રોજગારીની ઉત્તમ તકો પૂરી પાડવાના આશયથી એક ભવ્ય ઔદ્યોગિક રોજગાર ભરતી મેળાનું આયોજન કરવામાં આવ્યું છે. આગામી ૨૩મી ઓક્ટોબર ૨૦૨૬ના રોજ (શુક્રવાર) સવારે ૧૧:૦૦ કલાકે આઈ.ટી.આઈ. (ITI), ઝઘડિયા ખાતે આ ભરતીમેળો યોજાનાર છે. આ ભરતી મેળામાં ભરૂચ જિલ્લાના યુવા વર્ગ માટે નોકરી મેળવવાની સોનેરી તક ઉપલબ્ધ થઈ છે.

ભાગ લેનાર અગ્રણી કંપનીઓ:

  • સુયોગ લાઇફ સાયન્સ પ્રા. લિ. (અંકલેશ્વર)

    Advertisement
  • રવિરત્ન મોટર્સ પ્રા. લિ. (ભરૂચ)

  • યુનિક ટેકનો સર્વિસીસ પ્રા. લિ. (અંકલેશ્વર)

  • સન ફાર્માસ્યુટિકલ ઇન્ડસ્ટ્રીઝ લિ. (અંકલેશ્વર)

  • મહંસરીયા ટાયર્સ પ્રા. લિ. (પાનોલી)

  • યુવાશક્તિ ફાઉન્ડેશન (વડોદરા)

  • એલઆઈસી ઓફ ઈન્ડિયા (ભરૂચ)

  • એમ.આર.એફ લિ. (દહેજ)

  • બ્રિટાનિયા ઇન્ડસ્ટ્રીઝ લિ. (ઝઘડિયા)

  • રાહુલ ફેરોમેટ એન્ડ એન્જિનિયરિંગ પ્રા. લિ. (ઝગડિયા)

લાયકાત ધરાવતા ઉમેદવારો:

આ ભરતી મેળામાં એસ.એસ.સી. (SSC), એચ.એસ.સી. (HSC), આઈ.ટી.આઈ. (કોઈપણ ટ્રેડ), ડિપ્લોમા / બી.ઈ. (કેમિકલ), બી.એસ.સી. / એમ.એસ.સી. (કેમિસ્ટ્રી) તેમજ કોઈપણ વિદ્યાશાખાના સ્નાતક લાયકાત ધરાવતા ઉમેદવારો ભાગ લઈ શકશે.

જિલ્લા રોજગાર અધિકારી, ભરૂચ દ્વારા જારી કરાયેલી અખબારી યાદીમાં લાયકાત ધરાવતા તમામ ઈચ્છુક ઉમેદવારોને નિયત સમયે ઉપસ્થિત રહેવા અનુરોધ કરવામાં આવ્યો છે.


Share

Related posts

ભરૂચ : કોરોના સંક્રમણનાં કારણે અવસાન પામેલ પોલીસ કર્મચારીનાં પરિવારજનને આર્થિક સહાય કરવામાં આવી.

ProudOfGujarat

પત્ની સાથે સંબંધ રાખતો હોવાની શંકાએ ગ્રામ પંચાયતના કારકૂન પર હુમલો

ProudOfGujarat

ભારે વરસાદને પગલે ભરૂચ શહેરની તમામ શાળાઓમાં શૈક્ષણિક કાર્ય બંધ રાખવાની સૂચના અપાઈ હતી

ProudOfGujarat

Leave a Comment

error: Content is protected !!