Proud of Gujarat
FeaturedGujaratINDIA

હાંસોટથી માછીમારી માટે ગયેલા 15 જેટલાં માછીમારો આજરોજ જલાલપોર નવસારીથી હાંસોટ આવતા દરેકને હોમ કોરોન્ટાઇન હેઠળ રાખવામાં આવ્યા છે.

Share

દર વર્ષે હાંસોટ તાલુકાના માછીમારી કામ કરતાં યુવાનો પોરબંદર, માંગરોલ અને વેરાવળના દરિયામાં માછીમારી કરવા માટે વલસાડ અને નવસારી જિલ્લાના વહાણ માલીકો સાથે જતાં હોય છે. અને તે વૈશાખ મહિનામાં પોતાના માદરે વતન પાછાં ફરતાં હોય છે. પણ હાલમાં ચાલી રહેલાં મહામારી કોરોના વાઈરસને લીધે વહાણ માલિકોએ માછીમારીનો ધંધો બંધ થવાથી આજરોજ હાંસોટ તાલુકાના ઉત્રાજ 14 યુવાનો અને હાંસોટનો એક યુવાન ઘરે પરત ફરતા તેઓએ હાંસોટ તંત્રને જાણ કરતા હાંસોટ તંત્ર અને આરોગ્યની ટીમ સાથે પહોંચી જઇ આરોગ્યની ચકાસણી કરી તમામ 15 માછીમારોને હોમ કોરોન્ટાઇન હેઠળ રાખવામાં આવ્યા છે. હાંસોટ તાલુકામાં કુલ 89 જેટલાં લોકો હોમ કોરોન્ટાઇન હેઠળ છે સદનસીબે કોઈ પણ કેસ પોઝીટીવ નોંધાયેલ ન હોવાથી તંત્રએ હાશકારો અનુભવ્યો છે. તંત્ર દ્વારા હોમ કોરોન્ટાઇન લઈ રહેલાં લોકોને ચૌદ દિવસ સુધી ઘરની બહાર ન નીકળવા સખ્ત શબ્દોમાં જણાવ્યું છે.

Advertisement

Share

Related posts

નડીયાદ જે.એન્ડ.જે કોલેજમાં મહેદી સ્પર્ધા યોજાઇ.

ProudOfGujarat

એલએન્ડટી ફાઇનાન્સ હોલ્ડિંગ્સ લિમિટેડ લક્ષ્ય 2026 તરફના તેના ધ્યેય અંતર્ગત સમય કરતાં પહેલા 75% નો રિટેલ લોનપોર્ટફોલિયો હાંસલ કર્યો

ProudOfGujarat

ભરૂચ-દહેજ UPL કંપની નજીક થી સળિયા ભરેલ ટેમ્પો પોલીસે કબ્જે લીધો

ProudOfGujarat

Leave a Comment

error: Content is protected !!