Proud of Gujarat
FeaturedGujaratINDIASport

પાનોલી ઈન્ડસ્ટ્રીઝ એસોસિયેશન દ્વારા પ્રતિ વર્ષ ખેલાતી વીન્ટર સ્પોર્ટસ ઇવેન્ટનો આજરોજ પ્રારંભ થયો હતો.

Share

પાનોલી ઈન્ડસ્ટ્રીઝ એસોસિયેશનના પ્રમુખ બી.એસ.પટેલ, ઉપપ્રમુખ કિરણસિંહ પરમાર, પીઇટીએલના ચેરમેન પંકજ ભરવાડા, સ્પોર્ટસ ઇવેન્ટના કન્વીનર હેમંત પટેલ, ચંપાલાલ રાવલ, M.S જોલી, અતુલ બાવરીયા સહિત હોદ્દેદારોની ઉપસ્થિતિમાં આ સ્પોર્ટસ ઇવેન્ટનું ઉદ્ધાટન કરવામાં આવ્યું હતું.
આ સ્પોર્ટસ ઇવેન્ટમાં ગતરોજ મહિલા સ્પોર્ટસ બાદ આજરોજ ક્રિકેટ, દોડ, ટગ ઓફ વોર સહિતની વિવિધ ઇવેન્ટસનો શુભારંભ થયો હતો. પ્રતિવર્ષની જેમ આ વર્ષે પણ ક્રિકેટ ટુર્નામેન્ટમાં 62 જેટલી ટીમો ભાગ લઈ રહી છે. તો અન્ય ઇવેન્ટસમાં પણ અનેક રમતવીરોએ ભાગ લીધો હતો. ક્રિકેટ ટુર્નામેન્ટની પ્રથમ મેચ અંકલેશ્વર મીડિયા ઇલેવન તેમજ પી.આઇ.ઈન્ડસ્ટ્રીઝ પાનોલી વચ્ચે યોજાઈયા હતી. જેમાં મીડિયા ઇલેવનનો ભવ્ય વિજય થયો હતો. અગાઉ ટગ ઓફ વોર ઇવેન્ટમાં પાનોલી ઈન્ડસ્ટ્રીઝ એસોસિયેશનની ટીમે મીડિયા ઇલેવનની ટીમને પરાજય આપ્યો હતો.

Advertisement

Share

Related posts

સુરત જિલ્લામાં સામાજિક અંતર સાથે જળસંચય મનરેગા કામનો પ્રારંભ કરવામાં આવ્યો હતો .

ProudOfGujarat

દશુ તો ગયો…અંકલેશ્વરના હજાત ગામના કુખ્યાત બુટલેગરનો લાખોની કિંમતનો દારૂનો જથ્થો ક્રાઇમ બ્રાંચે ઝડપી પાડયો.

ProudOfGujarat

વૈશ્વિક ફલક પર કાર્ય કરતી સ્વામિનારાયણ સંસ્થા માં હવસખોર સાધુઓના કિસ્સાઓ પ્રકાશમાં આવતા અનુયાયો દ્વારા કડક કાયદાકીય સજાની માંગ સાથે કલેકટરને આવેદન

ProudOfGujarat

Leave a Comment

error: Content is protected !!