Proud of Gujarat
FeaturedGujaratINDIA

ભરૂચ શહેરમાં પેસેન્જર રીક્ષાઓમાં હાથ ચાલાકી કરી પેસેન્જરોનાં પૈસા, દાગીના, મોબાઈલ સહિતની કિંમતી ચીજવસ્તુઓની સીફફતાઈ પૂર્વક તફડંચી કરતી પોપટ ગેંગને એ.ડિવીઝન પોલીસે કબ્જે કરી છે.

Share

ભરૂચ એ.ડિવીઝન પોલીસ મથકના પી.આઇ.એ.કે.ભરવાડ અને તેમની પોલીસ ટુકડી દ્વારા આજરોજ પોપટ રીક્ષા ગેંગને ઝડપી પાડવામાં આવી હતી. આ પોપટ રીક્ષા ગેંગ ભરૂચ શહેરનાં વિવિધ વિસ્તારોમાં ફરતી પેસેન્જર રીક્ષાઓમાં મુસાફરનાં સ્વાંગમાં બેસી અન્ય પેસેન્જરોનાં પૈસાનાં પાકીટ, સોના ચાંદીના દાગીના કે મોબાઈલ સહિતની કિંમતી ચીજવસ્તુઓ સિફફતાઈ પૂર્વક ચોરી લેતા હતા.
આ અંગેની નકકર બાતમીના આધારે ભરૂચ એ.ડિવીઝન પોલીસની ટુકડીએ એક રિક્ષા નં.જી.જે-05-BW-4691 ને શક્તિનાથ સર્કલ ખાતેથી ઝડપી પાડી હતી અને એક આરોપી જાવેદ મોહંમદ શબ્બીર અબ્બાસ શેખ રહે.ભેસ્તાન, સુરત ને ઝડપી પાડયો હતો. ઝડપાયેલા આરોપીએ ભરૂચના સેવાશ્રમ રોડ ઉપર રિક્ષામાં બેસેલ એક મુસાફર પાસેથી એક સોનાની ચેઇન કાઢી લીધાની કબૂલાત કરી હતી.
ભરૂચ એ.ડિવીઝન પોલીસના મતે આ પોપટ રીક્ષા ગેંગના માણસો છેલ્લા ધણા સમયથી રીક્ષાના પેસેન્જરોના ખીસ્સામાંથી વસ્તુ પૈસા સિફફતાઈ પૂર્વક કાઢી લેતા હતા અને બાદમાં મુસાફરોને અધવચ્ચે ઉતરાઇ નાશી જતાં હોવાની મોડેસ ઓપરેન્ડી ધરાવતા હતા. એ.ડિવીઝન પોલીસે આ આરોપીની સધન પૂછપરછ હાથ ધરી ગેંગના અન્ય સાગરીતોને ઝડપી પાડવાની કવાયત હાથ ધરી છે.

Advertisement

Share

Related posts

ઈસા ફાઉન્ડેશન યુ.કે.ના સૌજન્યથી તેમજ મુન્શી મેમોરિયલ ચેરીટેબલ ટ્રસ્ટ દ્વારા ઇખર ગામના ગરીબ વર્ગના પરિવારોને અનાજ કિટ્સનું વિતરણ કરવામાં આવ્યું હતું

ProudOfGujarat

ભરૂચ જિલ્લામાં NMEO-ઓઇલસીડ યોજના હેઠળ VCP તરીકે જોડાવા અરજીઓ મંગાવાઈ

ProudOfGujarat

ભરૂચ : અલ્યા આવી બેદરકારી કેમ રાખો છો,બીજેપી દ્વારા પૂર્વ પી.એમ.અટલ બિહારી વાજપેયીની જન્મ જયંતિ નિમિત્તે બાળકોને બિસ્કિટ વિતરણનો કાર્યક્રમ યોજાયો,બાળકોને માસ્ક પણ ન પહેરાવાયા સાથે જ સોશ્યલ ડિસ્ટન્સ પણ ન જળવાયું ..!!!

ProudOfGujarat

Leave a Comment

error: Content is protected !!