Proud of Gujarat
bharuchCrime & scandalFeaturedGENERAL NEWSGujaratINDIAUncategorized

જપ્ત 15 વાહનોની હરાજીમાં સરકારને રૂ.9 લાખની આવક : રૂ.2.48 લાખની અપસેટ પ્રાઇઝ સામે રૂ.9.04 લાખની બોલી; માંગરોળ-કોસંબામાં જપ્ત વાહનોની હરાજીમાં 44 વેપારીઓ જોડાયા

Share

 

વાંકલ:

Advertisement

માંગરોળ અને કોસંબા પોલીસ મથક વિસ્તારમાં પશુ સંરક્ષણ ધારા હેઠળ જપ્ત કરાયેલા કુલ 15 વાહનોની જાહેર હરાજી યોજવામાં આવી હતી. રૂ.2.48 લાખની અપસેટ પ્રાઇઝ સામે હરાજીમાં કુલ રૂ.9,04,200ની ઊંચી બોલી ઉપજતાં સરકારને અંદાજ કરતાં અનેકગણી વધુ આવક થવા પામી છે.

માંગરોળ પોલીસ મથક ખાતે યોજાયેલી હરાજીમાં માંગરોળ પોલીસના 13 અને કોસંબા પોલીસના 2 મળી કુલ 15 વાહનો, જેમાં મોપેડ, બાઈક, રિક્ષા અને પિકઅપનો સમાવેશ થાય છે, હરાજી માટે મૂકવામાં આવ્યા હતા.

સમાચારપત્રમાં જાહેર જાહેરાત કરવામાં આવ્યા બાદ મહેસાણા, ભાવનગર, અમરેલી, સુરત, વલસાડ અને નવસારી સહિતના વિવિધ જિલ્લાઓમાંથી કુલ 44 વેપારીઓ હરાજીમાં ઉપસ્થિત રહ્યા હતા. કમિટી દ્વારા તમામ વાહનો માટે રૂ.2.48 લાખની અપસેટ પ્રાઇઝ નક્કી કરવામાં આવી હતી. જોકે, વેપારીઓ વચ્ચે થયેલી સ્પર્ધાત્મક બોલીમાં આ રકમ વધીને રૂ.9,04,200 સુધી પહોંચી હતી.

હરાજીની સમગ્ર રકમ સરકારી ટ્રેઝરીમાં જમા કરવામાં આવશે, જ્યારે સૌથી વધુ બોલી લગાવનાર વેપારીઓને નિયમ મુજબ વાહનો સોંપવામાં આવશે.

હરાજી દરમિયાન સુરત ગ્રામ્ય એસ.પી., પારડી ડી.વાય.એસ.પી. બી.કે. વનાર સહિતના અધિકારીઓ હાજર રહ્યા હતા. ઉપરાંત કોસંબા પીઆઈ ઠુમ્મર, માંગરોળ પીઆઈ દેસાઈ તેમજ બારડોલી આરટીઓના અધિકારીઓ પણ ઉપસ્થિત રહ્યા હતા.


Share

Related posts

આપણ ને નાંગા કરે બે…આપણા પેટમાંથી અનાજ કાઢી લઇ..બીટીપી ના છોટુ વસાવાએ સોશિયલ મીડિયામાં લાઈવ કરી ગાળોનો વરસાદ વરસાવ્યો.

ProudOfGujarat

ક્રાઇમ બ્રાંચના દરોડા – અંકલેશ્વરના યોગી એસ્ટેટ-2 ખાતે ધૈર્ય બિલ્ડકોન ઓફિસમાંથી જુગારધામ ઝડપાયું, 9 ખૈલી જેલ ભેગા

ProudOfGujarat

સીતા નવમીના અવસરે અભિનેત્રી કૃતિ સેનને ફિલ્મ ‘આદિપુરુષ’નું ઓડિયો ટીઝર રિલીઝ થયું

ProudOfGujarat

Leave a Comment

error: Content is protected !!