Proud of Gujarat
bharuchCrime & scandalFeaturedGENERAL NEWSGujaratINDIAUncategorized

પત્નીને પેટ્રોલ છાંટી સળગાવી હત્યા કરનાર પતિને આજીવન કેદ : વાગરાના ચકચારી હત્યા કેસમાં ભરૂચ કોર્ટનો ચુકાદો; રૂ.10 હજારનો દંડ પણ ફટકાર્યો

Share

 

ભરૂચ:

Advertisement

વાગરામાં વર્ષ 2020માં પત્ની પર પેટ્રોલ છાંટી દિવાસળી ચાંપી સળગાવી દેવાના ચકચારી હત્યા કેસમાં ભરૂચની અદાલતે આરોપી પતિને કસૂરવાર ઠેરવી આજીવન કેદની સજા ફટકારી છે. સાથે જ કોર્ટે આરોપીને રૂ.10 હજારનો દંડ પણ કર્યો છે.

પ્રાપ્ત વિગતો મુજબ, તા. 15 જાન્યુઆરી, 2020ના રોજ યાસ્મીન પોતાના ઘરની બહાર તાપણું કરી રહી હતી. તે દરમિયાન આસીફ ત્યાં આવ્યો હતો અને યાસ્મીન સાથે તકરાર કરી અપશબ્દો બોલ્યા હતા. ત્યારબાદ આસીફે જમવાનું માંગતાં યાસ્મીન રસોડામાં જમવાનું કાઢવા ગઈ હતી. આ દરમિયાન આસીફે તેને તમાચા મારી મારઝૂડ કરી હતી અને ‘આજે તને પતાવી જ દેવી છે’ તેમ કહી ધમકી આપી હતી.

આરોપી આસીફે નજીકમાં રાખેલું પેટ્રોલ લાવી યાસ્મીન પર છાંટ્યું હતું અને ત્યારબાદ દૂરથી દિવાસળી ચાંપી દેતાં યાસ્મીન આગની ચપેટમાં આવી ગઈ હતી. ગંભીર રીતે દાઝેલી યાસ્મીનને સારવાર માટે હોસ્પિટલમાં ખસેડવામાં આવી હતી, પરંતુ સારવાર દરમિયાન તેનું મોત નીપજ્યું હતું.

બનાવ અંગે વાગરા પોલીસ મથકે ફરિયાદ નોંધાયા બાદ કેસ ભરૂચની પાંચમા એડિશનલ ડિસ્ટ્રિક્ટ કોર્ટમાં ચાલી ગયો હતો. કેસમાં સરકાર તરફે સરકારી વકીલ જે.જે. પરમારે દલીલો કરી વિવિધ પુરાવા રજૂ કર્યા હતા.

કોર્ટે સાહેદોની જુબાની, ફરિયાદી તેમજ મૃતકનું ડાઇંગ ડિકલેરેશન, એફએસએલ રિપોર્ટ ઉપરાંત દસ્તાવેજી અને વૈજ્ઞાનિક પુરાવાઓને ધ્યાને લીધા હતા. આ પુરાવાઓના આધારે પાંચમા એડિશનલ ડિસ્ટ્રિક્ટ જજ પી.એમ. સોનીએ આરોપી આસીફ ઈકબાલ સિતપોણીયાને આઈપીસીની કલમ 302 તથા 201 હેઠળ કસૂરવાર ઠેરવ્યો હતો.

કોર્ટે આરોપીને આજીવન કેદ અને રૂ.10 હજારના દંડની સજા ફટકારી હતી.


Share

Related posts

ભરૂચ એલસીબી પોલીસે અંકલેશ્વર નેશનલ હાઈવે પર આવેલ યુપીએલ કંપની સામેથી દારૂનો જથ્થો ભરેલ કાર સાથે એક બુટલેગરને ઝડપી પાડી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી…

ProudOfGujarat

ભરૂચ : મુંડા ફળિયા મિશ્ર શાળા 19 માં “ધ યુનાઇટેડ મુસ્લિમ એસોસીએશન” દ્વારા વિદ્યાર્થીઓને નોટબુક વિતરણ કરાઈ

ProudOfGujarat

સુરતમાં કેમિકલ ખુલ્લામાં ઠાલવતા ઝેરી અસરથી 6 મજૂરોનાં મોત.

ProudOfGujarat

Leave a Comment

error: Content is protected !!