Proud of Gujarat
bharuchCrime & scandalFeaturedGENERAL NEWSGujaratINDIAUncategorized

મકતમપુરમાં ખુલ્લી જગ્યાએ જુગાર રમતા ત્રણ ઝડપાયા, રૂ.11,190નો મુદ્દામાલ કબજે : ભરૂચ શહેર સી ડિવિઝન પોલીસની નાઇટ પેટ્રોલિંગ દરમિયાન કાર્યવાહી; રોકડ રૂ.8,490 તથા દાવ પરના રૂ.2,700 સહિત પત્તા-પાના જપ્ત

Share

 

ભરૂચ :
ભરૂચ શહેર સી ડિવિઝન પોલીસ દ્વારા નાઇટ પેટ્રોલિંગ દરમિયાન મકતમપુર વિસ્તારમાં ખુલ્લી જગ્યામાં પત્તા-પાના વડે હાર-જીતનો જુગાર રમતા ત્રણ ઇસમોને ઝડપી પાડવામાં આવ્યા હતા. પોલીસે ત્રણેય પાસેથી કુલ રૂ.11,190નો મુદ્દામાલ કબજે કરી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે.

Advertisement

પોલીસ પેટ્રોલિંગમાં હતી તે દરમિયાન અ.પો.કો. પંકજભાઈ સુરેશભાઈને બાતમી મળી હતી કે, મકતમપુર પોસ્ટ ઓફિસ પાછળના માછી ફળિયામાં ખુલ્લી જગ્યામાં કેટલાક ઇસમો જુગાર રમી રહ્યા છે. બાતમીના આધારે પંચોને સાથે રાખી પોલીસ ટીમે સ્થળ પર દરોડો પાડ્યો હતો.

સ્ટ્રીટ લાઇટના અજવાળામાં ત્રણ ઇસમો ગોળ કુંડાળું વળી પત્તા-પાના વડે જુગાર રમતા મળી આવ્યા હતા. પોલીસે સ્થળ પરથી **સંદીપભાઈ કામદેવભાઈ વસાવા (ઉં.વ. 36), ધુળાભાઈ ચંદુભાઈ રાઠોડ (ઉં.વ. 66) અને સંજય રામસેવક નિશાદ (ઉં.વ. 27)**ને ઝડપી પાડ્યા હતા.

અંગઝડતી દરમિયાન સંદીપ પાસેથી રૂ.3,140, ધુળાભાઈ પાસેથી રૂ.2,500 અને સંજય પાસેથી રૂ.2,850 મળી કુલ રૂ.8,490 રોકડા મળી આવ્યા હતા. જ્યારે જુગારના દાવ પરના રૂ.2,700 તથા 52 પત્તા મળી આવ્યા હતા. પોલીસે કુલ રૂ.11,190નો મુદ્દામાલ કબજે કરી ત્રણેય સામે જુગારધારા હેઠળ કાર્યવાહી હાથ ધરી છે.


Share

Related posts

ઉમરપાડામાં રાષ્ટ્રપતિ પદના વિજેતા દ્રોપદી મુર્મૂના માનમાં અભિનંદન રેલી યોજાઈ.

ProudOfGujarat

પંચમહાલ : પાવાગઢ ડુંગર પર મિત્રો સાથે ફરવા ગયેલા ૨૦ વર્ષીય યુવાન ગુમ થતા પોલીસ ફરિયાદ નોંધાઈ.

ProudOfGujarat

નેત્રંગ પોલીસે આટખોલ ખાતે ચાલતા જુગારધામ પર રેડ કરી ૫ જુગારીઓને ઝડપી પાડયા.

ProudOfGujarat

Leave a Comment

error: Content is protected !!