Proud of Gujarat
bharuchCrime & scandalFeaturedGENERAL NEWSGujaratINDIAUncategorized

સરકારી ચિલ્ડ્રન હોમમાં સ્માર્ટ ડિજિટલ બોર્ડનું લોકાર્પણ : કન્સાઈ નેરોલેક પેઇન્ટ લિમિટેડના CSR હેઠળ બાળાઓને આધુનિક શિક્ષણની સુવિધા

Share

 

ભરૂચ:

Advertisement

સરકારી ચિલ્ડ્રન હોમ ફોર ગર્લ્સ, ભરૂચ ખાતે આશ્રિત બાળાઓને આધુનિક અને ટેક્નોલોજી આધારિત શિક્ષણ મળી રહે તે હેતુથી સ્માર્ટ ઇન્ટરેક્ટિવ ડિજિટલ બોર્ડની સુવિધા ઉપલબ્ધ કરાવવામાં આવી છે. કન્સાઈ નેરોલેક પેઇન્ટ લિમિટેડ, શાયખા, વાગરા, ભરૂચ દ્વારા CSR અંતર્ગત આ ડિજિટલ બોર્ડ ઉપલબ્ધ કરાવવામાં આવ્યો હતો. તેનું લોકાર્પણ સંસ્થાના પરિસરમાં કરવામાં આવ્યું હતું.

લોકાર્પણ પ્રસંગે ચાઈલ્ડ વેલ્ફેર કમિટી, ભરૂચના ચેરમેનશ્રી, જિલ્લા સમાજ સુરક્ષા અધિકારીશ્રીની કચેરીના શ્રી એ.વાય. મંડોરી, જિલ્લા બાળ સુરક્ષા એકમના અધિકારી શ્રી મેહુલભાઈ તરૈયા તથા બિન સંસ્થાકીય સંભાળ અધિકારી શ્રી ભૂપેશભાઈ મિસ્ત્રી સહિતના અધિકારીઓ ઉપસ્થિત રહ્યા હતા.

કન્સાઈ નેરોલેક પેઇન્ટ લિમિટેડ તરફથી CSO શ્રી પરેશભાઈ પટેલ, HR ઓફિસર મિસ ટ્વિંકલ પરમાર, પ્રોડક્શન ઓફિસર મિસ સ્વેતા પટેલ, ક્વોલિટી ઓફિસર મિસ શ્રેયા પટેલ તથા EHS ટ્રેઇની મિસ વૈભવી પરમાર ઉપસ્થિત રહ્યા હતા. સંસ્થાના અધિક્ષક શ્રી ખુશ્બુબેન રાણા, કર્મચારીઓ તથા આશ્રિત બાળાઓ પણ કાર્યક્રમમાં જોડાયા હતા.

સ્માર્ટ બોર્ડના માધ્યમથી બાળાઓને શૈક્ષણિક વિડિયો, ડિજિટલ કન્ટેન્ટ, પ્રેઝન્ટેશન તેમજ વિવિધ ઇન્ટરેક્ટિવ શિક્ષણ સામગ્રીનો લાભ મળશે. ટેક્નોલોજી આધારિત શિક્ષણથી વિષયોને સરળતાથી સમજવાની સાથે બાળાઓમાં અભ્યાસ પ્રત્યે રસ, જિજ્ઞાસા અને સર્જનાત્મકતા વધારવામાં મદદ મળશે.

CSR અંતર્ગત કંપની દ્વારા કરવામાં આવેલી આ પહેલને સંસ્થાના અધિકારીઓ અને કર્મચારીઓએ આવકારી હતી. બાળાઓના આધુનિક શિક્ષણ અને સર્વાંગી વિકાસ તરફ આ પહેલ મહત્વપૂર્ણ પગલું બની રહેશે.


Share

Related posts

વડોદરાના નિઝામપુરામાં ડ્રગ્સના જથ્થા સાથે બે આરોપીને ઝડપી પાડતી એસ.ઓ.જી. પોલીસ.

ProudOfGujarat

વડોદરા : કરજણ તાલુકાના કોલીયાદ ગામમાં ધારાસભ્ય અક્ષય પટેલનાં હસ્તે ક્રિકેટ ટુર્નામેન્ટનું ઉદઘાટન કરાયું.

ProudOfGujarat

ભરૂચ શહેર ના સોનેરી મહેલ સ્થિત ઉર્સ ની ઉજવણી કરાઈ હતી …

ProudOfGujarat

Leave a Comment

error: Content is protected !!