Proud of Gujarat
FeaturedGujaratINDIA

ભરૂચ : મુંડા ફળિયા મિશ્ર શાળા 19 માં “ધ યુનાઇટેડ મુસ્લિમ એસોસીએશન” દ્વારા વિદ્યાર્થીઓને નોટબુક વિતરણ કરાઈ

Share

નગર પ્રાથમિક શિક્ષણ સમિતિ સંચાલિત મુંડા ફળિયા મિશ્ર શાળા 19 માં આજરોજ “ધ યુનાઇટેડ મુસ્લિમ એસોસીએશન દ્વારા વિદ્યાર્થીઓને નોટ બુક વિતરણનો કાર્યક્રમ રાખવામાં આવ્યો હતો.

કાર્યક્રમમાં હાજરી આપતા નગરપાલિકા વિપક્ષના નેતા સમસાદ સૈયદે વિદ્યાર્થીઓને જણાવ્યુ હતુ કે દેશના અને વ્યક્તિના વિકાસમાં શિક્ષણની ભૂમિકા ખુબજ મહત્વની છે. જીવનમાં પ્રગતિ કરવી હશે તો એજ્યુકેશન લેવુ જ પડશે. શિક્ષિત માણસ જીવનના દરેક ક્ષેત્રે આગળ વધી પોતાની મંજિલ મેળવી શકે છે. આજના આધુનિક યુગમાં શિક્ષણ ખુબ જરૂરી છે માટે સૌ માત્ર ભણવા નહિ પરંતુ સારું ભણી કંઈક બનો એ માટે અભ્યાસ કરજો.

મુંડા ફળિયા મિશ્ર શાળામાં નોટબુક વિતરણ કાર્યક્રમમાં ભરૂચ નગરપાલિકાના વિરોધ પક્ષના નેતા સમસાદ અલી સૈયદ, કાઉન્સિલર ઈબ્રાહીમ કલકલ, શિક્ષણ સમિતિના સભ્ય ઝેનુદ્દીન કોન્ટ્રાક્ટર, ઈકબાલ પાતરાવાલા, ઈમ્તિયાઝ પઠાન, ઈરફાન કાઝી, શાહીદ શેખ, શબાનાબેન કાઝી તેમજ શાળાના આચાર્ય કુસુમબેન ગોહિલ અને શાળાના શિક્ષકો ઉપસ્થિત રહ્યા હતા.

Advertisement

Share

Related posts

ઉમરપાડાનાં જંગલ વિસ્તારમાં ભરવાડ પશુપાલકો આદિવાસીઓનાં હક પર તરાપ મારતા આક્રોશ ફેલાયો.

ProudOfGujarat

ભરૂચ શહેર જીલ્લામાં આજથી વાહન ચાલકો નિયમોનો ભંગ કરશે તો ઇ મેમો ઘરે આવશે તેની શરૂઆત થઈ ગઈ છે.

ProudOfGujarat

વડોદરાના ડભોઇમાંથી ચોરાયેલ બાઇક સાથે એક ઇસમને ઝડપી પાડતી એલ.સી.બી.

ProudOfGujarat

Leave a Comment

error: Content is protected !!