Proud of Gujarat
bharuchCrime & scandalFeaturedGENERAL NEWSGujaratINDIAUncategorized

ભરૂચમાં નવરાત્રિના પાવન પર્વે ભક્તિ, લોકસંસ્કૃતિ અને મહિલા સુરક્ષાનો ત્રિવેણી સંગમ | જિલ્લા પોલીસ દ્વારા ‘સેફ એન્ડ સિક્યોર નવરાત્રિ મહોત્સવ-૨૦૨૬’નું આયોજન | પરંપરાગત ગરબાની રમઝટ સાથે મહિલાઓએ જાગૃતિ બેનરો દર્શાવી આપ્યો સશક્તિકરણનો સંદેશ

Share

ભરૂચ :

નવરાત્રિના પાવન પર્વ દરમિયાન ભરૂચમાં ભક્તિ અને લોકસંસ્કૃતિની સાથે-સાથે મહિલા સુરક્ષાનો વિશેષ સંદેશ ગુંજતો જોવા મળ્યો હતો. ભરૂચ જિલ્લા પોલીસ દ્વારા ખાસ આયોજિત ‘સેફ એન્ડ સિક્યોર નવરાત્રિ મહોત્સવ-૨૦૨૬’ માં મહિલાઓએ માથે ગરબો ધારણ કરી તથા હાથમાં જાગૃતિ આપતા બેનરો સાથે પરંપરાગત ગરબાની ભવ્ય રમઝટ બોલાવી હતી.

Advertisement

મહિલા પોલીસ સ્ટેશનનાં પીએસઆઈ વૈશાલી આહિરના સબળ નેતૃત્વમાં યોજાયેલા આ કાર્યક્રમમાં શહેરની વિવિધ સામાજિક એનજીઓ (NGO) ની મહિલાઓએ પણ અત્યંત ઉત્સાહપૂર્વક ભાગ લીધો હતો.

પરંપરાગત વેશભૂષામાં સજ્જ થઈને આવેલી મહિલાઓએ ગરબાના તાલ સાથે ગુજરાતની ભાતીગળ સાંસ્કૃતિક વિરાસતને જીવંત કરી હતી. ગરબા રમવાની સાથે-સાથે મહિલાઓએ મહિલા સુરક્ષા, સન્માન અને સશક્તિકરણને લગતા વિવિધ જાગૃતિ સંદેશાવાળા બેનરો પ્રદર્શિત કરી સમાજને એક સશક્ત સંદેશ પાઠવ્યો હતો.

આ વિશેષ કાર્યક્રમનો મુખ્ય હેતુ મહિલાઓને સમાજમાં સુરક્ષિત વાતાવરણ પૂરું પાડવાનો, તેમના કાયદાકીય અધિકારો પ્રત્યે જાગૃતિ લાવવાનો અને સમાજમાં નારી શક્તિ પ્રત્યે સન્માનની ભાવના વધુ મજબૂત કરવાનો હતો. આ આયોજન દ્વારા એ સ્પષ્ટ સંદેશ આપવામાં આવ્યો હતો કે મહિલાઓની સુરક્ષા એ માત્ર પોલીસ તંત્રની જવાબદારી નથી, પરંતુ સમગ્ર સમાજની સહિયારી ફરજ છે.

ભરૂચ જિલ્લા પોલીસની આ અનોખી પહેલે નવરાત્રિના પવિત્ર ઉત્સવને માત્ર ધાર્મિક ઉજવણી સુધી મર્યાદિત ન રાખતા તેને સામાજિક જાગૃતિ સાથે સાંકળી લીધો હતો. મહિલા સુરક્ષા પ્રત્યેની સામૂહિક જવાબદારીને ઉજાગર કરતો આ પ્રયાસ સમગ્ર ભરૂચ જિલ્લામાં પ્રેરણાદાયી અને પ્રશંસનીય બની રહ્યો હતો.


Share

Related posts

અંકલેશ્વરના વાલિયા રોડ ઉપર આવેલ જયાબેન મોદી હોસ્પિટલ ખાતે વિનામુલ્યે કીડની કેર કેમ્પ યોજાયો.

ProudOfGujarat

ઝઘડિયાનાં સુપ્રસિદ્ધ ગુમાનદેવ મંદિર ખાતે જાનકી નવમી નિમિત્તે નવચંડી યજ્ઞ યોજાયો.

ProudOfGujarat

ઝધડીયા જીઆઈડીસી વિસ્તારની કંપનીમાંથી એફલૂએન્ટ વરસાદી કાશમાં વેહતું હોવાની ફરિયાદ કરતા જીપીસીબીએ કાર્યવાહી હાથ ધરી છે..

ProudOfGujarat

Leave a Comment

error: Content is protected !!