Proud of Gujarat
bharuchCrime & scandalFeaturedGENERAL NEWSGujaratINDIAUncategorized

ગૌરીવ્રત નિમિત્તે જાયન્ટ્સ ગ્રુપ ઓફ ભરૂચના ત્રણ સેવાકીય પ્રોજેક્ટ સફળતાપૂર્વક સંપન્ન   :   મહેંદી, કેશ ગુથળ સ્પર્ધા અને ફળ વિતરણ કાર્યક્રમમાં વિદ્યાર્થીનીઓનો ઉત્સાહભેર સહભાગ

Share

 

ભરૂચ:
જાયન્ટ્સ ગ્રુપ ઓફ ભરૂચ દ્વારા ગૌરીવ્રત નિમિત્તે આયોજિત મહેંદી સ્પર્ધા, કેશ ગુથળ સ્પર્ધા અને ફળ વિતરણ સહિતના ત્રણેય સેવાકીય પ્રોજેક્ટ સફળતાપૂર્વક સંપન્ન થયા હતા. કાર્યક્રમમાં મોટી સંખ્યામાં વિદ્યાર્થીનીઓએ ઉત્સાહપૂર્વક ભાગ લઈ પોતાની સર્જનાત્મકતા અને કલાત્મક પ્રતિભાનું સુંદર પ્રદર્શન કર્યું હતું.

Advertisement

મહેંદી અને કેશ ગુથળ સ્પર્ધામાં ઉત્કૃષ્ટ પ્રદર્શન કરનાર વિદ્યાર્થીનીઓને પ્રથમ, દ્વિતીય અને તૃતીય ક્રમે ઇનામો આપી સન્માનિત કરવામાં આવી હતી. ગૌરીવ્રતના પાવન અવસરને અનુરૂપ યોજાયેલા કાર્યક્રમમાં વિદ્યાર્થીનીઓમાં ઉત્સાહ અને આનંદનો માહોલ જોવા મળ્યો હતો.

પ્રસંગે સનત પંડ્યાએ પ્રેરણાદાયી સંબોધન કરતાં વિદ્યાર્થીનીઓને જીવનમાં ઉચ્ચ લક્ષ્યાંક નક્કી કરી મહેનત, શિસ્ત અને આત્મવિશ્વાસના બળે સફળતા પ્રાપ્ત કરવા પ્રેરણા આપી હતી.

કાર્યક્રમના અંતે ગૌરીવ્રત કરતી વિદ્યાર્થીનીઓને ફળાહારનું વિતરણ કરવામાં આવ્યું હતું. સમગ્ર આયોજનને સફળ બનાવવા પ્રમુખ રમેશ સોની, D.O.A. હેમંત રાણા, ઉપપ્રમુખ રશ્મિકાંત મેનાગર, જીતેન્દ્ર પ્રજાપતિ, શિવા ભારતી, સનત પંડ્યા સહિત જાયન્ટ્સ ગ્રુપના સભ્યોએ સક્રિય સહયોગ આપ્યો હતો.

સમાપન પ્રસંગે પ્રમુખ રમેશ સોનીએ શાળાના આચાર્ય, શિક્ષકો, વિદ્યાર્થીનીઓ અને સહયોગી સભ્યોનો આભાર વ્યક્ત કરી સેવા, સંસ્કાર અને સામાજિક જવાબદારીના મૂલ્યો પર ભાર મૂક્યો હતો. જ્યારે D.O.A. હેમંત રાણાએ ભવિષ્યમાં પણ આવા સેવાકીય કાર્યક્રમોમાં સહભાગી બનવા સૌને અપીલ કરી હતી. સમગ્ર કાર્યક્રમ સેવાભાવ, સંસ્કાર અને સામાજિક પ્રતિબદ્ધતાનો સુંદર સમન્વય બની રહ્યો.


Share

Related posts

ત્રીજી લહેરની દહેશત વચ્ચે બાળકો માટેની કોરોના રસી વિશે આવ્યા સારા સમાચાર

ProudOfGujarat

માંગરોળમાં 56 પશુઓ લમ્પી વાયરસથી સંક્રમિત થતાં પશુપાલકો ચિંતિત

ProudOfGujarat

જંબુસર વડોદરા હાઇવે પર ઉચ્છદ જૈયનીલ હોટલ પાસે અકસ્માતમાં અજાણ્યા વાહનની ટક્કરે બાઈક સવારનું મોત….

ProudOfGujarat

Leave a Comment

error: Content is protected !!