Proud of Gujarat
bharuchCrime & scandalFeaturedGENERAL NEWSGujaratINDIAUncategorized

સુરત ગ્રામ્ય LCBએ હલધરૂ ગામ નજીક એક્સપ્રેસ-વે પરથી ટેમ્પો ઝડપી પાડ્યો; ₹14.72 લાખનો વિદેશી દારૂ જપ્ત, ચાલક ઝડપાયો – ચાર વોન્ટેડ

Share

 

સુરત ગ્રામ્ય એલસીબીએ પ્રોહિબિશન વિરુદ્ધ વધુ એક અસરકારક કાર્યવાહી કરતાં કામરેજ તાલુકાના હલધરૂ ગામની હદમાં મુંબઈ-દિલ્હી નેશનલ એક્સપ્રેસ-વે પરથી એક ભારત બેન્ઝ ટેમ્પોમાંથી મોટા પ્રમાણમાં છુપાવીને લઈ જવાતો વિદેશી દારૂ ઝડપી પાડ્યો હતો. પ્લાસ્ટિક અને લાકડાની પ્લેટોની આડમાં સંતાડવામાં આવેલો ₹14.72 લાખનો વિદેશી દારૂ સહિત ટેમ્પો અને અન્ય મુદ્દામાલ મળી કુલ ₹24.91 લાખનો મુદ્દામાલ કબજે કરવામાં આવ્યો હતો.

Advertisement

પોલીસે ટેમ્પાના ચાલકની ધરપકડ કરી તેની પૂછપરછ હાથ ધરી હતી. પ્રાથમિક તપાસમાં દારૂનો જથ્થો દમણથી વડોદરા પહોંચાડવાનો હોવાનું સામે આવ્યું છે. સમગ્ર કાવતરામાં સંડોવાયેલા અન્ય ચાર શખ્સોને વોન્ટેડ જાહેર કરીને તેમની શોધખોળ શરૂ કરવામાં આવી છે.

આ સમગ્ર કાર્યવાહી સુરત ગ્રામ્ય પોલીસના ઉચ્ચ અધિકારીઓના માર્ગદર્શન હેઠળ એલસીબીની ટીમે ચોક્કસ બાતમીના આધારે હાથ ધરી હતી. પોલીસનું માનવું છે કે ગેરકાયદે દારૂની હેરાફેરી કરતા નેટવર્ક સામે આગામી દિવસોમાં પણ આવી જ કડક કાર્યવાહી ચાલુ રહેશે


Share

Related posts

અંકલેશ્વર:ભાજપ યુવા મોરચા દ્વારા સદસ્યતા અભિયાન અંતર્ગત કરાયું વૃક્ષોનું વિતરણ…

ProudOfGujarat

નડિયાદના સંતરામ મંદિરે દિવાળી પર્વને લઈને રોશની કરાઈ.

ProudOfGujarat

ગુજરાતની આઈક્રિએટ સાથે ઇઝરાયેલના ત્રણ કરાર થયા રૂપાણી ઇઝરાયેલના સ્ટાર્ટઅપ સેન્ટરની મુલાકાતેઃ ફળફળાદિમાં જીવાત નિયંત્રણ માટે કેમિકલ સ્પ્રેના ઓછા વપરાશની ઇનોવેટિવ ટેકનોલોજી માટે એમઓયુ કરાયા

ProudOfGujarat

Leave a Comment

error: Content is protected !!