Proud of Gujarat
bharuchCrime & scandalFeaturedGENERAL NEWSGujaratINDIAUncategorized

પાલઘરમાં પિતાની હત્યા કરી રાજસ્થાન ભાગતો પુત્ર ભરૂચ રેલવે પોલીસના હાથે ઝડપાયો : પાલઘર પોલીસના ઇનપુટના આધારે સૌરાષ્ટ્ર જનતા એક્સપ્રેસમાં ચેકિંગ; જનરલ કોચમાંથી 24 વર્ષીય આરોપીને ઝડપી મહારાષ્ટ્ર પોલીસને સોંપ્યો

Share

 

ભરૂચ :

Advertisement

મહારાષ્ટ્રના પાલઘર ખાતે પિતાની હત્યા કર્યા બાદ ટ્રેન મારફતે રાજસ્થાન ભાગી રહેલા 24 વર્ષીય આરોપી પુત્રને ભરૂચ રેલવે પોલીસે ઝડપી પાડ્યો છે. દિવાળીના તહેવારોને ધ્યાનમાં રાખીને રેલવે પોલીસ દ્વારા હાથ ધરવામાં આવી રહેલી સઘન ચેકિંગ દરમિયાન આ સફળતા મળી હતી. પાલઘર પોલીસ પાસેથી મળેલા ઇનપુટના આધારે સૌરાષ્ટ્ર જનતા એક્સપ્રેસમાં તપાસ કરતાં આરોપી જનરલ કોચમાંથી મળી આવ્યો હતો. ત્યારબાદ તેને ભરૂચ રેલવે સ્ટેશન પર ઉતારી વધુ કાર્યવાહી માટે પાલઘર પોલીસને સોંપવામાં આવ્યો હતો.

મળતી માહિતી મુજબ, પાલઘર પોલીસ સ્ટેશન તરફથી ભરૂચ રેલવે પોલીસને ફોન મારફતે જાણ કરવામાં આવી હતી કે, મુકેશ મોહનલાલ પરમાર (ઉં.વ.24, રહે. પાલઘર ઈસ્ટ) તેના પિતાની હત્યા કર્યા બાદ ટ્રેન મારફતે રાજસ્થાન તરફ ભાગી રહ્યો હોવાની આશંકા છે. આ માહિતી મળતાં ભરૂચ રેલવે પોલીસે તાત્કાલિક તપાસ શરૂ કરી હતી.

રેલવે પોલીસ ઇન્સ્પેક્ટર કે.એસ. દેસાઈના માર્ગદર્શન હેઠળ પીએસઆઈ એસ.કે. રાણા, એએસઆઈ અરવિંદ ડાહ્યાભાઈ અને લોકરક્ષક હિતેશકુમાર રાયમલભાઈ સહિતની ટીમે અંકલેશ્વર પાસેથી પસાર થતી સૌરાષ્ટ્ર જનતા એક્સપ્રેસમાં ચેકિંગ હાથ ધર્યું હતું. આ દરમિયાન ટ્રેનના જનરલ કોચમાં શંકાસ્પદ યુવક મળી આવતાં પોલીસે તેને કસ્ટડીમાં લીધો હતો.

ત્યારબાદ યુવકને ભરૂચ રેલવે સ્ટેશન પર લાવી પૂછપરછ કરવામાં આવી હતી. પોલીસના જણાવ્યા મુજબ, પૂછપરછ દરમિયાન યુવકે પાલઘરમાં પિતાની હત્યા કર્યાની કબૂલાત કરી હતી. આથી ભરૂચ રેલવે પોલીસે જરૂરી કાર્યવાહી બાદ આરોપીને વધુ તપાસ અને કાયદેસરની કાર્યવાહી માટે મહારાષ્ટ્રની પાલઘર પોલીસને સોંપ્યો હતો.

દિવાળીના તહેવારો દરમિયાન રેલવે સ્ટેશનો અને ટ્રેનોમાં સઘન ચેકિંગ હાથ ધરવામાં આવી રહ્યું છે. તે દરમિયાન પાલઘર પોલીસ સાથે સંકલન સાધીને ભરૂચ રેલવે પોલીસે હત્યાના આરોપીને ઝડપી પાડતાં પોલીસની સતર્કતા સામે આવી છે.


Share

Related posts

વ્હાઇટ હાઉસથી થોડે દૂર વોશિંગ્ટન ડીસીમાં ફાયરિંગ, પોલીસ અધિકારીઓ સહિત અનેક લોકોને ગોળી વાગી.

ProudOfGujarat

મેઘરાજા ફરી સક્રિય : રાજ્યમાં પાંચ દિવસની વરસાદ પડવાની હવામાન વિભાગની આગાહી.

ProudOfGujarat

અમદાવાદ ઇન્કમટેક્સ વિભાગનું મોટું ઓપરેશન, જાણીતા ટાઇલ્સ ઉત્પાદક પર IT ના દરોડા.

ProudOfGujarat

Leave a Comment

error: Content is protected !!