Proud of Gujarat
bharuchCrime & scandalFeaturedGENERAL NEWSGujaratINDIAUncategorized

ઉમરપાડામાં ‘જન ચેતના વર્કશોપ કેમ્પ’ યોજાયો, ટી.બી. મુક્ત અભિયાનને વેગ અપાશે : સ્વસ્થ તાલુકાના નિર્માણ માટે સ્થાનિક નેતૃત્વને સાંકળવાની પહેલ; આયુષ્માન ભારત સહિતની આરોગ્યલક્ષી યોજનાઓ અંગે માર્ગદર્શન અપાયું

Share

 

વાંકલ :

Advertisement

ઉમરપાડા તાલુકાને સ્વસ્થ અને આરોગ્યપ્રદ બનાવવાના હેતુથી તાલુકા આરોગ્ય કચેરી દ્વારા તાલુકા પંચાયત કચેરી ખાતે ‘જન ચેતના વર્કશોપ કેમ્પ’નું આયોજન કરવામાં આવ્યું હતું. આ વર્કશોપનો મુખ્ય ઉદ્દેશ્ય આરોગ્યલક્ષી યોજનાઓની જાણકારી લોકો સુધી પહોંચાડવા અને સ્વસ્થ તાલુકાના નિર્માણમાં સ્થાનિક નેતૃત્વની સક્રિય ભાગીદારી સુનિશ્ચિત કરવાનો હતો.

વર્કશોપમાં તાલુકા આરોગ્ય અધિકારી વિપુલભાઈ, તાલુકા પંચાયતના ઉપપ્રમુખ અમરસીંગભાઈ, તાલુકા વિકાસ અધિકારી (TDO), વાડી ગામના સરપંચ ભૂપેન્દ્રભાઈ, આગેવાન હરીશભાઈ, તલાટીઓ તેમજ આરોગ્ય વિભાગના કર્મચારીઓ ઉપસ્થિત રહ્યા હતા.

કાર્યક્રમ દરમિયાન આયુષ્માન ભારત યોજના, સગર્ભા મહિલાઓ માટેની વિવિધ સરકારી યોજનાઓ અને અન્ય આરોગ્યલક્ષી સેવાઓ અંગે વિસ્તૃત માહિતી આપવામાં આવી હતી. સરકારી યોજનાઓનો લાભ જરૂરિયાતમંદ લોકો સુધી પહોંચે અને આરોગ્ય સેવાઓ અંગે જનજાગૃતિ વધે તે માટે સ્થાનિક આગેવાનોની ભૂમિકા પર ભાર મૂકવામાં આવ્યો હતો.

આ ઉપરાંત ઉમરપાડા તાલુકાને રોગમુક્ત બનાવવાના પ્રયાસોના ભાગરૂપે આગામી સમયમાં ‘ટી.બી. મુક્ત અભિયાન’ને વધુ વેગ આપવાની જાહેરાત કરવામાં આવી હતી. આ અભિયાન દ્વારા ક્ષયરોગ અંગે જાગૃતિ ફેલાવવા, સંભવિત દર્દીઓની ઓળખ અને સમયસર સારવાર માટે લોકોમાં સમજ કેળવવાના પ્રયાસો હાથ ધરવામાં આવશે.

આ વર્કશોપના માધ્યમથી આરોગ્ય વિભાગ, સ્થાનિક સ્વરાજ્યની સંસ્થાઓ અને ગ્રામ્ય નેતૃત્વ વચ્ચે સંકલન મજબૂત બનાવી તાલુકામાં આરોગ્યલક્ષી જાગૃતિ વધારવાનો પ્રયાસ કરવામાં આવ્યો હતો.


Share

Related posts

ગોધરા શહેરને સ્વચ્છ રાખનારા અને કોરોના સામેની જંગનાં અસલી યોદ્ધાઓનો આભાર વ્યક્ત કરીએ તેટલો ઓછો !!

ProudOfGujarat

ગોધરા : ઓરવાડા ખાતે પી.એમ સુધારણા કેમ્પનું આયોજન કરવામા આવ્યુ.

ProudOfGujarat

અંકલેશ્વર- કોસમડી ગામે પ્રાથમિક સ્કૂલમાં મારામારીનો બનાવ, 108 એમ્બ્યુલન્સને બોલાવવાની ફરજ પડી

ProudOfGujarat

Leave a Comment

error: Content is protected !!