Proud of Gujarat
bharuchCrime & scandalFeaturedGENERAL NEWSGujaratINDIAUncategorized

આંતરરાષ્ટ્રીય હિન્દુ પરિષદના સંસ્થાપક ડો. પ્રવીણ તોગડિયાએ હિન્દુ સમાજને એકતા જાળવવા, વ્યસનોથી દૂર રહેવા અને આરોગ્યની સંભાળ રાખવા આહવાન કર્યું

Share

 

ભરૂચ.

Advertisement

ભરૂચ જિલ્લાના પવિત્ર તીર્થધામ શુક્લતીર્થ ખાતે હિન્દુ એકતા, રાષ્ટ્રરક્ષા અને રાષ્ટ્રનિર્માણના મુદ્દે વિશેષ સભાનું આયોજન કરવામાં આવ્યું હતું. શુક્લતીર્થના રામશીલા ચોક ખાતે યોજાયેલી આ સભામાં આંતરરાષ્ટ્રીય હિન્દુ પરિષદ અને રાષ્ટ્રીય બજરંગ દળના સંસ્થાપક તથા કેન્સર સર્જન ડો. પ્રવીણભાઈ તોગડિયા ઉપસ્થિત રહ્યા હતા.

દીક્ષિત નિઝામા પરિવાર તેમજ સમસ્ત રામશીલા યુવક મંડળ દ્વારા આયોજિત આ કાર્યક્રમમાં ડો. પ્રવીણ તોગડિયાનું પરંપરાગત રીતે સ્વાગત કરવામાં આવ્યું હતું. દીક્ષિત નિઝામા પરિવાર દ્વારા તેમને ફૂલહાર પહેરાવી, શાલ ઓઢાડીને તેમજ શુક્લતીર્થ અને કબીરવડના મહાત્મ્યને ઉજાગર કરતી પુસ્તિકા અર્પણ કરીને સન્માનિત કરવામાં આવ્યા હતા.

સભાને સંબોધતા ડો. પ્રવીણ તોગડિયાએ હિન્દુ સમાજમાં એકતા અને સંગઠનનું મહત્વ સમજાવ્યું હતું. સાથે જ રાષ્ટ્રની રક્ષા અને રાષ્ટ્રનિર્માણમાં નાગરિકોની ભૂમિકા અંગે માર્ગદર્શન આપ્યું હતું. તેમણે હિન્દુ સમાજના લોકોને વ્યસનોથી દૂર રહેવા તેમજ પોતાના અને પરિવારના આરોગ્યની જાળવણી કરવા માટે સંકલ્પ લેવડાવ્યા હતા.

આ પ્રસંગે ગામના સરપંચ રણધીરસિંહ માંગરોલા, હિતેશ પટેલ, તાલુકા પંચાયતના સદસ્ય વૈશાલીબેન પ્રાંકડા, મનોજભાઈ નિઝામા સહિતના આગેવાનો, મહિલાઓ, બાળકો અને મોટી સંખ્યામાં સ્થાનિક નાગરિકો ઉપસ્થિત રહ્યા હતા. ધાર્મિક અને સામાજિક માહોલમાં યોજાયેલી આ સભામાં હિન્દુ એકતા અને સામાજિક જાગૃતિનો સંદેશ આપવામાં આવ્યો હતો.


Share

Related posts

આજરોજ ભરૂચમાં વધુ 19 પોઝિટિવ કેસ નોંધાતા કુલ પોઝિટિવ કેસની સંખ્યા 1231 પર પહોંચી.

ProudOfGujarat

માંગરોળ : ભારતીય વિદ્યા ભવન્સ જી.આઇ.પી.સી એલ. એકેડમીમાં સામાજિક વિજ્ઞાન અને વિજ્ઞાન ટેકનોલોજી પ્રદર્શન યોજાયું.

ProudOfGujarat

ભરૂચના કતોપોર બજારમાં ફિશ માર્કેટનું નવીનીકરણ, ધારાસભ્ય રમેશ મિસ્ત્રીએ કર્યું લોકાર્પણ : નગરપાલિકા દ્વારા રૂ.પર લાખના ખર્ચે આધુનિક સુવિધાઓ વિકસાવાઈ; હવે બાજુમાં આવેલી શાકભાજી માર્કેટના ફેઝ-2ના વિકાસની યોજના

ProudOfGujarat

Leave a Comment

error: Content is protected !!