Proud of Gujarat
bharuchCrime & scandalFeaturedGENERAL NEWSGujaratINDIAUncategorized

ભરૂચના સ્ટેચ્યુ પાર્કમાં ભગવાન બિરસા મુંડાની 151મી જન્મજયંતીની ઉજવણી : પ્રતિમાને પુષ્પહાર અર્પણ કરી આરતી ઉતારાઈ, આદિવાસી સમાજના હક અને અધિકારો માટેના સંઘર્ષ તથા બલિદાનને યાદ કરાયા

Share

 

ભરૂચ શહેરના સ્ટેચ્યુ પાર્ક ખાતે ભગવાન બિરસા મુંડાની 151મી જન્મજયંતીની ભવ્ય ઉજવણી કરવામાં આવી હતી. ભરૂચ વહીવટી તંત્ર અને નગરપાલિકા દ્વારા સંયુક્ત રીતે આયોજિત કાર્યક્રમમાં ભગવાન બિરસા મુંડાની પ્રતિમાને પુષ્પહાર અર્પણ કરી આરતી ઉતારવામાં આવી હતી. ઉપસ્થિત મહાનુભાવોએ તેમને ભાવભીની શ્રદ્ધાંજલિ અર્પણ કરી હતી.

Advertisement

આ પ્રસંગે ઉપસ્થિત આગેવાનો અને મહાનુભાવોએ આદિવાસી સમાજના હક અને અધિકારો માટે ભગવાન બિરસા મુંડાએ કરેલા સંઘર્ષ, તેમના બલિદાન અને દેશની આઝાદીની લડતમાં આપેલા અમૂલ્ય યોગદાનને યાદ કર્યા હતા. તેમણે જણાવ્યું હતું કે ભગવાન બિરસા મુંડાનું જીવન સાહસ, સંઘર્ષ અને સમાજના ઉત્થાનની પ્રેરણા આપે છે.

કાર્યક્રમમાં ધારાસભ્ય રમેશ મિસ્ત્રી, પ્રાંત અધિકારી મનીષા માનાણી, પૂર્વ જિલ્લા ભાજપ પ્રમુખ પ્રકાશ મોદી, મહામંત્રી જીગ્નેશ મિસ્ત્રી, દિવ્યેશ પટેલ અને નિરલ પટેલ સહિત રાજકીય આગેવાનો, પદાધિકારીઓ તથા મહાનુભાવો ઉપસ્થિત રહ્યા હતા.

આ પ્રસંગે ભગવાન બિરસા મુંડાના જીવનમૂલ્યો અને આદર્શોને નવી પેઢી સુધી પહોંચાડવા તેમજ તેમના વિચારોને આત્મસાત કરી સમાજના વિકાસમાં યોગદાન આપવા આહવાન કરવામાં આવ્યું હતું. કાર્યક્રમમાં ઉપસ્થિત સૌએ તેમને નમન કરી શ્રદ્ધાંજલિ અર્પણ કરી હતી.


Share

Related posts

ભરૂચ : નેત્રંગનાં શિક્ષિકાની કૃતિ રાષ્ટ્રીય માર્ગદર્શિકા માટે પસંદગી પામી.

ProudOfGujarat

નડિયાદ રેલવે સ્ટેશન પર ટ્રેનોના સ્ટોપેજ માટે શહેર કોંગ્રેસ પ્રમુખે કરી રજુઆત

ProudOfGujarat

ભરૂચની વેલફેર હોસ્પિટલમાં લાગેલી આગ દુર્ઘટના બાદ હોસ્પિટલની મુલાકાત લેતા સાંસદ મનસુખ વસાવા.

ProudOfGujarat

Leave a Comment

error: Content is protected !!