ભરૂચ ના કસક ખાતે આવેલ રોકડીયા હનુમાનજી દાદા ના મંદિરે ધરાવવા માં આવશે
::-ભરૂચ શહેર ના કસક વિસ્તાર માં આવેલ શ્રી રોકડીયા હનુમાનજી દાદા ના મંદિર ખાતે હનુમાન જયંતિ ના પાવન પ્રંસંગે ૫૦૧ કિલો નો મિલ્ક કેક તૈયાર કરવામાં આવ્યો છે જે હનુમાનજી દાદા ને ચેત્ર સુદ પૂનમ શનીવાર હનુમાન જયંતિ ના રોજ ધરાવામાં જેમાં ધર્મ પ્રેમી જનતા ને લાભ લેવા માટે જાહેર આમંત્રણ આપવામાં આવ્યું હતું…………..
શ્રી રોકડીયા હનુમાનજી દાદા ના મંદિર ખાતે હનુમાન જયંતિ ના પાવન પ્રંસંગે મહા પ્રસાદી સહીત ના વિવિધ ધાર્મિક કાર્યક્રમો નું પણ આયોજન કરવામાં આવ્યું છે…ભરૂચ ના કસક વિસ્તાર માં નદી કિનારા વિસ્તાર માં આવેલ હનુમાનજી દાદાના મંદિર ખાતે હનુમાન જ્યંતી ના રોજ સવાર થી ભક્તોનું ઘોડાપુર જોવા મળે છે અને મોટી સંખ્યામાં લોકો પ્રસાદી તેમજ દર્શન નો લાભ લઇ ધન્યતા અનુભવતા હોય છે……
દર વર્ષ ની જેમ આ વર્ષે પણ અલગ પ્રસાદીના ભોગ નું આયોજન કરવામાં આવ્યું છે જેમાં ૨ જેટલા કારીગરો દ્વારા અંદાજીત ૩ દિવસઃ જેટલા સમય માં ૩૦૦ કિલો માવા.૨૦૦ કિલોખાંડ.અને ડ્રાઇફુટ નો ઉપયોગ કરી ૫૦૧ કિલો નું સુંદર મિલ્ક કેક બનાવવા માં આવ્યું છે જે હનુમાનજી દાદા ને ધરાવવામાં આવનાર છે અને રવીવારે પ્રસાદી સ્વરૂપે ધરવામાં આવનાર છે જેનો લાભ લેવા માટે મંદિર ના મહંત દ્વારા ધર્મ પ્રેમી જનતા ને જાહેર આમંત્રણ આપવામાં આવ્યું હતું………..
Advertisement