Proud of Gujarat
FeaturedCrime & scandalGujaratINDIAUncategorized

ઉધના પોલીસે મોટરસાયકલ ની ચોરી કરતા આરોપીને ઝડપી પાડયો.

Share

 

( આરીફ શેખ સુરત )   સુરત નાયબ પોલીસ કમીશનર ઝોન-૧ ની સુચના ના આધારે ઉધના પોલીસ ના પી.આઈ સી.આર જાદવ ના માર્ગદર્શન હેઠળ પી.એસ.આઈ જે.બી આહીર અને તેમનો સ્ટાફ પેટ્રોલીંગમા હતા ત્યારે તેમની સાથેના સ્ટાફને ખાનગી રાહે અંગત બાતમી મળી હતી. કે યોગેશ દિપક વડુર નામનો ઈસમ ચોરીની હીરો હોંડા સીબીઝેડ લઈને ઉધના રોડ ત્રણ રસ્તા થઈ પાંડેસરા તરફ જવાનો છે. આ બાતમી ના આધારે ઉધના રોડ રેલ્વે સ્ટેશન પાસે અલગ-અલગ ટીમ બનાવી પોલીસ ર્વોચમા હતી તે સમયે મળેલ બાતમી મુજબનો ઈસમ જણાતા તેણે રોકી ને તપાસ કરતા તેણે પોતાનુ નામ યોગેશ દિપક વડુર ઉ.વ ૧૮ ધંધો બેકાર રહે.સંજય નગર ઝુપડપટ્ટી સામે મુળ રહે. ગામ સીનર જી.ઔરંગાબાદ નુ હોવાનુ જણાવ્યુ હતુ, તેની પાસેના સીબીઝેડ મોટરસાયકલ બ્લેક રંગનુ અને રજીસ્ટ્ર નંબર પ્લેટ જીજે-૦૫-એફ.પી-૯૪૩૧ હતી. મોટરસાયકલ અંગે તેની પાસે કોઈ કાગળ ન હતા. તેમજ તેણી વિશેષ પુછપરછ કરતા હિરો કંપનીનુ સીબીઝેડ મોટરસાયકલ પાંચ દિવસ પહેલા સંજય નગર ઝુપડપટ્ટી સામેથી ચોરી કર્યુ હોવાનુ જણાવ્યુ હતુ. જે અંગે ઉધના પોલીસ સ્ટે. મથક ખાતે મોટરસાયકલ ચોરીનુ ગુનો પણ નોંધાયેલ છે. એમ જણાવ્યુ હતુ. આ બનાવમા પણ ઉધના પોલીસ સ્ટે. ના પો.ઈ સી.આર જાદવની સુચના મુજબ તેમના સ્ટાફે પ્રસંશનીય કામગીરી કરી હતી.

Advertisement

Share

Related posts

ભૂતપૂર્વ IPS અધિકારી સંજીવ ભટ્ટને આંચકો, ગુજરાત હાઈકોર્ટે કેસ ટ્રાન્સફર કરવાની અરજી ફગાવી

ProudOfGujarat

રાજ્યમાં રોજ 15 લોકો આત્મહત્યા કરે છે, રોજ 44 આકસ્મિક મોત…જાણો વધુ

ProudOfGujarat

નડિયાદ : ઠાસરા તાલુકામાં પતિના ખોટા વહેમના ત્રાસથી યુવતીએ પૂલ પરથી છલાંગ લગાવી મોતને વ્હાલુ કર્યું

ProudOfGujarat

Leave a Comment

error: Content is protected !!