Proud of Gujarat
Crime & scandalFeaturedGujaratINDIA

ભરૂચ ચાવજ રેલ્વે ફાટક નજીક યુવક-યુવતી એ આપઘાત કરતા ખળભળાટ-યુવક સુરત ની એક શાળા માં સ્પોર્ટ શિક્ષક હોવાનું પ્રાથમિક જાણકારી મળી…..

Share

ભરૂચ ચાવજ રેલ્વે ફાટક નજીક યુવક-યુવતી એ આપઘાત કરતા ખળભળાટ-યુવક સુરત ની એક શાળા માં સ્પોર્ટ શિક્ષક હોવાનું પ્રાથમિક જાણકારી મળી….

બનાવ અંગે ની જાણવા મળતી માહિતી મુજબ ભરૂચ શહેર ના સી ડિવિઝન પોલીસ મથક ની હદ માં આવેલ ચાવજ ગામ પાસે ની રેલ્વે ફાટક પાસે આજ રોજ સવાર ના સમયે એક યુવક.અને યુવતીએ અગમ્ય કારણોસર ટ્રેન સામે પડતું મૂકી આપઘાત કરી લેતા ભારે ખળભળાટ મચી જવા પામ્યો હતો…………………………
વધુ માં જાણવા મળ્યા મુજબ યુવક સુરત ના વાવ વિસ્તાર નો ૨૮ વર્ષીય હરીશ નામ ધરાવતો હોવાનું પ્રાથમિક જાણકારી માં જાણવા મળ્યું હતું અને તે સુરત માં એક શાળા માં સ્પોર્ટ ટીચર હોવાની વિગતો મળી હતી તેમજ વાવ કામરેજ વિસ્તાર નો રહેવાસી હોવાનું પોલીસ તપાસ માં પ્રાથમિક જાણકારી પ્રાપ્ત થઇ હતી………
જ્યારે મૃતક મહિલા કોણ છે અને ક્યાં ની છે તે હાલ આ લખાય છે ત્યાં સુધી જાણી શકાયું નથી અને તે પણ સુરત તરફ ની હોવાનું પ્રાથમિક જાણકારી માં ચર્ચાઈ રહ્યું છે……..તો વધુ માં સમગ્ર આપઘાત ની ઘટના બાદ થી ચાલેલી લોક ચર્ચા મુજબ યુવકે તેની પત્ની ને આપઘાત કરતા પહેલા વોટ્સપ ઉપર મેસેજ કર્યું હોવાનું ચર્ચાઈ રહ્યું છે ………..
હાલ તો સમગ્ર મામલા અંગે પ્રેમી પ્રકરણ માં આ યુવક.યુવતી એ આપઘાત કર્યું હોવાનું પ્રાથમિક જાણકારી મળી રહી છે… ત્યારે સમગ્ર મામલો પોલીસ તપાસ બાદ જ બહાર આવે તે બાબત નકારી શકાતી નથી…………….
હાલ તો  ભરૂચ સી ડિવિઝન પોલીસે મૃતક યુવક અને યુવતી ની લાશ ને પી એમ કાર્યવાહી અર્થે ભરૂચ સિવિલ હોસ્પિટલ ખાતે ખસેડી ભરૂચ રેલ્વે સ્ટેશન પર થી પાર્ક કરેલ યુવક અને યુવતી ની મોડેપ ગાડી નો કબ્જો મેળવી સમગ્ર મામલે કાયદેસર ની કાર્યવાહી હાથધરી છે……………….
Advertisement

Share

Related posts

અંકલેશ્વરના ઘનશ્યામ નગરના મકાનમાં ચાલતા જુગારધામ પર પોલીસના દરોડા, નવ ઈસમો ઝડપાયા.

ProudOfGujarat

ભરૂચના ટંકારીયા સ્થિત મદની હૉલમાં મોહસીને આઝમ મિશન બ્રાન્ચને એક વર્ષ પૂર્ણ થતા સ્થાપના દિવસની ઉજવણી કરાઇ.

ProudOfGujarat

રાજ્યના શિક્ષણ મંત્રી ભુપેન્દ્રસિંહ ચુડાસમાએ ગુમાનદેવ મંદિરની શુભેચ્છા મુલાકાત લીધી.

ProudOfGujarat

Leave a Comment

error: Content is protected !!