Proud of Gujarat
FeaturedGujaratINDIA

અંકલેશ્વરમાં ચડ્ડી બનીયાનધારી ગેંગ દ્વારા એક જ રાતમાં 8 જેટલી દુકાનોનાં શટર તોડવામાં આવતા લોકોમાં ભયનો માહોલ છવાયો.

Share

અંકલેશ્વરમાં ચડ્ડી બનીયાનધારી ગેંગ દ્વારા એક જ રાતમાં 8 કરતાં વધુ દુકાનનાં શટર તોડવામાં આવ્યા હતા જેના પગલે અંકલેશ્વર પંથકમાં ભયની લાગણી ફેલાય ગઈ હતી. દુકાનોનાં શટર તૂટયાની ઘટનાની જાણ થતાં વેપારી આલમમાં પણ ભય ફેલાય ગયો હતો. મળતી માહિતી મુજબ અંદાડા ગામની સીમમાં વાપી ટ્રાન્સપોર્ટનાં કંપાઉન્ડનાં શોપિંગમાં તસ્કરો ત્રાટકયા હતા. હાલ પ્રારંભિક માહિતી મુજબ 1.92 લાખની ચોરી થઈ હોવાની સંભાવના જણાય રહી છે. ચડ્ડી બનીયાનધારી ગેંગ અંકલેશ્વર વિસ્તારમાં ત્રાટકતા પોલીસ બેડામાં પણ હલચલ વ્યાપી ગઈ છે. જોકે ચોરીની સમગ્ર ઘટના CCTV કેમેરામાં સ્પષ્ટપણે જણાય રહી છે.

Advertisement

Share

Related posts

અંક્લેશ્વરમાં વરસાદે પાલિકાની પોલ ખુલ્લી પાડી…

ProudOfGujarat

ભરૂચ પશ્ચિમ વિસ્તારના સોસાયટીઓમાં બુકાની અને ચડ્ડીધારી તસ્કર ગેંગનો આતંક, બિંદાસ લટાર મારતી ટોળકી સીસીટીવીમાં કેદ થઇ.

ProudOfGujarat

જાગો સરકાર જાગો : નવા માં કાર્ડની સેવાઓ તો શરૂ પણ સરકાર પાસે સાધનોની અછત…!

ProudOfGujarat

Leave a Comment

error: Content is protected !!