Proud of Gujarat
Crime & scandalFeaturedGujaratINDIA

અંકલેશ્વર રૂરલ પોલીસ સ્ટેશન બાતમીના આધારે ટ્રક ભરી દારૂ પકડયો

Share

સૂત્રો દ્વારા મળતી માહિતી મુજબ ગુરૂવારે મોડી સાંજ બાદ ભરૂચ જિલ્લાના અંકલેશ્વર રૂરલ પોલીસ સ્ટેશન ના ઇન્ચાર્જ પીઆઇ ધૂલીયા  ને મળેલ બાતમી મુજબ અંકલેશ્વર રૂરલ વિસ્તારમાંથી ટ્રક MP 09 HF5827 ભરી વિદેશી દારૂ ઝબ્બે કર્યો હતો. લસણની ગુણની આડમાં લઈ જવાતાં રૂ. 18.77 લાખના દારૂ અને ટ્રક સહિત પૉલિસે કુલ રૂ. 27.88 લાખનો મુદ્દામાલ જપ્ત કરી ટ્રકચાલકની ધરપકડ કરી વધુ તપાસ હાથ ધરી છે.
અત્રે ઉલ્લેખનીય છે કે જિલ્લા ડીએસપી દ્વારા આપવામાં આવેલી સુચના મુજબ  અને ઝીરો ટોલરન્સની નીતિને કારણે જિલ્લાના તમામ પોલીસ સ્ટેશન એલર્ટ છે જેના પરિણામ સ્વરૂપે ગત સપ્તાહે અંકલેશ્વર જી.આઈ.ડી.સી પોલીસ સ્ટેશનને ટ્રક ભરી દારૂ પકડી પડ્યો અને હાલ આ લખાઇ રહ્યું છે ત્યારે અંકલેશ્વર રૂરલ પોલીસ સ્ટેશનને વિદેશ દારૂ ની ટ્રક ઝડપી ત્યારે ખરેખર ભરૂચ જિલ્લા પોલીસની કામગીરી સરાહનીય કહી શકાય.
જો કે બીજી તરફ આશ્ચર્યની વાત એ પણ છે કે અંકલેશ્વર શહેરી વિસ્તારમાં ખુલ્લેઆમ દારૂનો વેપલો ચાલી રહ્યો છે. જીઆઈડીસી અને તાલુકા પૉલિસ ટ્રકો ભરી ભરીને દારૂ પકડે છે ત્યારે શહેરમાં પંચાટીબજારનાં પાંજરાપોળ વિસ્તારમાં દારૂના વેચાણ ધમધમે છે. અન્ય વિસ્તારોમાં પણ દારૂ છૂટથી વેચાય છે. ત્યારે શહેર પૉલિસપી નિષ્ક્રિયતા ચર્ચાનો વિષય બની છે.

Share

Related posts

પંચમહાલ જિલ્‍લામાં ખાસ ગ્રામ સભાનું આયોજન ૨જી ઓક્ટોબરથી ૩૧મી ડિસેમ્‍બર દરમિયાન જિલ્‍લામાં ૪૮૭ ખાસ ગ્રામ સભાઓ યોજાશે

ProudOfGujarat

જંબુસર મામલતદાર અને નગરપાલિકા દ્વારા બજાર વિસ્તારમાં જનતાને માસ્ક પહેરવા સોશ્યલ ડિસ્ટન્સ જાળવવા વિનંતી કરાઇ.

ProudOfGujarat

પંચમહાલ જિલ્લામાં ધોળાકુવા ખાતે મોરવા(હ) અને ઘોઘંબા તાલુકાનાં ખેડુતો માટે તાલીમ યોજાઈ.

ProudOfGujarat

Leave a Comment

error: Content is protected !!