Proud of Gujarat
GujaratFeaturedINDIA

ભરૂચ જિલ્લાના દહેજની એક ખાનગી કંપનીમાં શટડાઉન દરમિયાન ઇજનેર સહિત એક કર્મી ગંભીર રીતે દાઝી જતા બંન્નેવને તત્કાલ સારવાર અર્થે ભરૂચની ખાનગી હોસ્પીટલમાં ખસેડાયા હતા.

Share


::-બનાવ અંગે ની પ્રાપ્ત વિગત અનુસાર તા.૨૮મીની બપોરે ભરૂચ જિલ્લાના દહેજ ખાતે આવેલ શુભલક્ષ્મી પોલીમર લિમિટેડ કંપનીમાં શટ ડાઉન ચાલી રહ્યું હતું. દરમિયાન બપોરના બે કલાકની આસપાસ કંપનીના સી.પી.બી પ્લાન્ટમાં કંપનીમાં જ અઢી વર્ષથી ફરજ બજાવતા એન્જીનીયર દક્ષેશ પરસોત્તમ પટેલ(ઉ.વર્ષ.૩૦,રહે, સુભાનપુરા,વડોદરા)ના સુપરવિઝનમાં કંપની ઇલેકટ્રીશ્યન બુલનસિંહ યાદવ(ઉ.વર્ષ.૨૯, રહે મૂળ યુ.પી.,હાલ ભેંસલી) કેબલ સીલીંગ કરતા હતા.
દરમિયાન કેબલ અને હોલ સીલીંગ કરતી વેળા અચાનક આગ ના પગલે દાઝી જતા બંન્નેવને સારવાર અર્થે ભરૂચની ખાનગી હોસ્પીટલમાં ખસેડાયા હતા. જયાં ઇલેકટ્રીશ્યન ની હાલત વધુ નાજુક બનતા તેને આઇ.સી.યુ.માં સારવાર હેઠળ રખાયો છે.જ્યારે ઘટના અંગે ની જાણ દહેજ પોલીસ મથકે થતા પોલીસે સમગ્ર મામલે ગૂનો નોંધવાની તજવીજ હાથધરી હતી…

Advertisement

Share

Related posts

ચાઇલ્ડ પોર્નોગ્રાફી લગતી ટીપલાઇન પરથી એક આરોપીને ઝડપી પાડતી વડોદરા શહેર સાયબર ક્રાઇમ.

ProudOfGujarat

ઝઘડીયાનાં રાણીપુરા પાસે ધોરીમાર્ગ પર અજાણ્યા વાહનની અડફેટે દિપડાનું મોત.

ProudOfGujarat

ભારે વરસાદની સ્થિતિને કારણે નરેન્દ્રભાઈ મોદીનો ગુજરાત પ્રવાસ રદ

ProudOfGujarat

Leave a Comment

error: Content is protected !!