Proud of Gujarat
GujaratFeaturedINDIA

આદિજાતિ રાજ્‍યમંત્રી રમણલાલ પાટકરે એકલવ્‍ય સ્‍કૂલ પારડીની મુલાકાત લીધી

Share

(કાર્તિક બાવીશી )વન અને આદિજાતિ રાજ્‍યમંત્રી રમણલાલ પાટકરે પારડી ખાતે અતુલ વિદ્યામંદિર એકલવ્‍ય મોડેલ રેસીડેન્‍સીયલ સ્‍કૂલની મુલાકાત લીધી હતી. મંત્રીશ્રીએ શાળામાં ડીજીટલાઇઝેશન તેમજ ઓડિયો વિઝયુઅલથી અભ્‍યાસ તેમજ ધોરણ-૧૦ બોર્ડની પરીક્ષામાં ૧૦૦ ટકા પરિણામ બદલ પ્રસંશા કરી હતી. શાળાની વિદ્યાર્થીની પૂજાબેન રાજેશભાઇએ ગુજરાત સ્‍ટેટ ટ્રાયબલ એજ્‍યુકેશન સોસાયટી, ગાંધીનગર સંચાલિત તમામ શાળાઓના વિદ્યાર્થીઓમાંથી ૯૧.૬૬ % સાથે પ્રથમ ક્રમાંક મેળવવા બદલ અભિનંદન પાઠવ્‍યા હતા. આ મુલાકાત દરમિયાન સંસ્‍થાના ચેરમેન સ્‍વાતીબેને કામગીરીની જાણકારી આપી હતી. આ અવસરે શાળાના આચાર્ય, શાળા પરિવાર હાજર રહ્યા હતા.

Advertisement

Share

Related posts

ગોધરાની શેઠ પી.ટી. આર્ટસ એન્ડ સાયન્સ કોલેજ દ્વારા ડૉક્ટરના મુવાડા ખાતે સાત દિવસીય NSS કેમ્પ યોજાયો.

ProudOfGujarat

નડિયાદ : જિલ્લા વિકાસ અધિકારીના અધ્યક્ષ સ્થાને સ્વચ્છ વિધાલય પુરસ્કાર ૨૦-૨૧ યોજાયો.

ProudOfGujarat

બૌડાએ અંકલેશ્વરમાં ગેરકાયદે દબાણ દૂર કર્યું સારંગપુર ગામની વિહારધામ સોસાયટીમાં કાર્યવાહી હાથ ધરાઈ

ProudOfGujarat

Leave a Comment

error: Content is protected !!