Proud of Gujarat
GujaratFeaturedINDIA

ભરૂચ ના સેવાશ્રમ રોડ પર પડેલા ખાડામાં પાલિકાનું વાહન ફસાતા પાલિકા ની પ્રિમોંશુંન કામગીરી ના જાહેરમાં ધજાગરા ઉડતા જોવા મળ્યા હતા……

Share

થોડા દિવસ અગાઉ ભરૂચ નગર પાલિકાના તંત્ર દ્વારા શહેર ના સેવાશ્રમ રોડ ઉપર પાઇપ લાઈન ની કામગીરી કરવામાં આવી હતી જે બાદ માં સેવાશ્રમ થી શક્તિ નાથ તરફ જતા માર્ગ ઉપર મસ્ત મોટા ખાડા પડ્યા હતા અને બીજી બાજુ વરસાદી માહોલ જામતા માર્ગ ઉપર કાદવ કીચડ જેવી પરિસ્થિતિ નું નિર્માણ થયું હતું..જેના કારણે અસંખ્ય વાહન ચાલકો અને શહેરીજનોને અવર જવર માટે ભારે તકલીફોનો સામનો કરવો પડયો હતો…
આજ રોજ સવારે ભરૂચ નગર પાલિકા ની ટિમ દ્વારા વાહનો લઈ માર્ગ ઉપર પડેલ ખાડાઓ નું પેચિંગ વર્ક કાર્ય કરવા માટે નીકળ્યા હતા પરંતુ કહેવત છે ને કે જેસી કરની વેસી ભરની જેવો ઘાટ નગર પાલિકા ના કર્મીઓ સાથે થયો હતો …જેમાં જે સમસ્યા પ્રજા ને અત્યાર સુધી પડી રહી હતી તે જ ખાડામાં પાલિકા નું વાહન ફસાયું હતું જેના કારણે માર્ગ ઉપર થી પસાર થતા લોકો માં ભારે હાસ્યાસ્પદ દ્રશ્યો જોવા મળ્યા હતા ..અને જાહેર માર્ગ ઉપર પાલિકા ની આબરૂ ના ધજાગરા ઉડતા જોવા મળ્યા હતા ……..
 

Share

Related posts

નેત્રંગના આજોલી ગામે જંગલ ખાતાના બીટ ગાર્ડ વિરુદ્ધ એટ્રોસિટીની ફરિયાદ

ProudOfGujarat

ભરૂચના નિકોરા ગામે બેટ ઉપર ફસાયેલા પશુઓ માટે ઘાસચારાનો અભાવ, ત્રીજા દિવસે પણ પશુપાલકો પશુઓને લઈને બેટ પર યથાવત

ProudOfGujarat

ભરૂચ શહેરની ઘી બોમ્બે પટેલ વેલ્ફેર હોસ્પિટલ ખાતેનાં કોવિડ વોર્ડમાં આવેલ ICU વિભાગ ખાતે મોડી રાત્રીનાં સમયે અચાનક આગ ભભૂકી ઉઠતાં ભારે અફરાતફરી, ઘટનામાં ૧૬ જીવતા ભુજાયા.

ProudOfGujarat

Leave a Comment

error: Content is protected !!