Proud of Gujarat
GujaratFeaturedINDIA

વાંસદા માં ઝાડા ઉલટી ના એક સાથે 18 કેસો સામે આવતા આરોગ્ય તંત્ર હરકત માં

Share

જીગર નાયક,નવસારી

Advertisement

નવસારી જિલ્લાના વાંસદામાં ઝાડા ઉલટીનો વાવર સામે આવ્યો છે. વાંસદામાં જુદા જુદા ફળિયામાં કુલ ૧૮ જેટલા લોકોને ઝાડા ઉલટીની અસર થઈ હતી. જેથી તમામને સારવાર અર્થે વાંસદા કોટેજ હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યાં છે. સાથે જ આટલાં કેસ નોંધાતા તંત્ર દોડતું થયું છે.પાણી જન્ય રોગચાળો વાંસદામાં ફેલાયો છે. વાંસદામાં અલગ અલગ ફળિયામાં 18 જેટલા લોકોને ઝાડા ઉલટીની અસર થઈ હતી. જેથી સામૂહિક રીતે તમામને સારવાર અર્થે વાંસદા કોટેજ હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યાં હતાં. જ્યાં તબીબોએ સામૂહિક રીતે તમામને દાખલ કરીને સારવાર શરૂ કરી હતી. પીવાના પાણીમાં કંઈક મિશ્ર થયું હોવાથી તમામને ઝાડા ઉલટી થયા હોવાથી તંત્ર દોડતું થયું હતું. અને જરૂરી વિભાગો દ્વારા રોગચાળો વધુ ન વકરે તેવી તકેદારીના પગલાં લેવાના શરૂ કરવામાં આવ્યાં હતાં.


Share

Related posts

લીંબડી-સુરેન્દ્રનગર હાઇવે ઉપર ટ્રાફિક પોલીસની કાર ખાડામાં ખાબકતા ૬ પોલીસ કર્મીઓ ઇજાગ્રસ્ત

ProudOfGujarat

લ્યો…… તિલકવાડાના વ્યધાર ગામની શાળામાં એક જ કાયમી શિક્ષકથી ગાડું ગબડાવાય છે.

ProudOfGujarat

નડિયાદ : ખાનગી કંપનીમાં કામ કરતાં કર્મચારીઓએ માંગણીઓ સંબંધે કલેકટરને આવેદનપત્ર આપ્યું.

ProudOfGujarat

Leave a Comment

error: Content is protected !!