Proud of Gujarat
FeaturedGujaratINDIA

શહેરા તાલુકાના અણિયાદ ગામે આવેલી નર્સિગ કોલજની વિદ્યાર્થીનીનો ગળે ફાંસો ખાઇ આપઘાત

Share

 

શહેરા,

Advertisement

શહેરા તાલુકાના અણિયાદ ગામે આવેલી નર્સિગ કોલેજમા પ્રથમ વર્ષ મા અભ્યાસ કરતી યુવતીએ પરીક્ષા પહેલાના માનસિક પ્રેસરથી હતાશ થઇ હોસ્ટેલના રૂમમા પંખે લટકીને આત્મહત્યા કરી જીવનલીલા સંકેલી લીધી હતી.આ અંગે કોલેજ દ્વારા પિતાને જાણ કરતા તેઓ નર્સિંગ કોલેજ દોડી આવ્યા હતા. પોલીસને પણ જાણ થતા ઘટના સ્થળે દોડી આવી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી હતી.

પોલીસ સુત્રો પાસેથી મળતી વિગતો અનુસાર ગોધરા તાલુકાના છાવડ ગામે રહેતા અમરસિંહ ફતેસિંહ બારીયા જે શિક્ષક તરીકે ફરજ બજાવે છે.તેમની એકલોતી પુત્રી રશ્મિકા શહેરા તાલુકાના અણિયાદ ગામે આવેલી નર્સિગ કોલેજમા પ્રથમ વર્ષ મા હોસ્ટેલમા રહીને અભ્યાસ કરતી હતી. હોસ્ટેલમા તેને પોતાની રૂમનો દરવાજો ના ખોલતા રેકટરે તેમના પિતાને ફોન કરીને જણાવ્યુ હતુ કે “તમારી દીકરી દરવાજો ખોલતી નથી” આથી પિતાએ રેકટરને દરવાજો તોડી નાખવા જણાવ્યુ હતુ.દરવાજો તોડતા રશ્મિકા ગળે દૂપંટ્ટો બાંધેલી લટકતી હાલતમાં જોવા મળતા રેકટરે તેમના પિતાને ફોન પણ સમ્રગ હકીકત કહેતા રશ્મિકાના પિતા અને પરિવારજનો અણિયાદ ખાતે દોડી આવ્યા હતા. આ ઘટનાની જાણ પોલીસ ને થતા ઘટના સ્થળે દોડી આવી હતી. મૃત્તક રશ્મિકાની લાશને નીચે ઉતારી હતી જેમા પ્રાથમિક તપાસમા રશ્મિકાની ડેડબોડીપાસેથી સૂસાઇડ નોટ મળી આવી હતી જેમા તેને લખેલુ હતુ કે ” પરીક્ષા આવે છે.હુ પાસ થઈ શકુ નથી જેથી હુ આ પગલુ ભરુ છુ કોઇ જવાબદાર નથી.તેમ લખેલ હતુ પોલીસે આ અંગે જરુરી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી હતી.


Share

Related posts

સુરત જીલ્લાના બારડોલી મથકે જ્વાળા દેવી મંદિરે હોમહવન કાર્યક્રમ યોજાયો.

ProudOfGujarat

અદાણી ફાઉન્ડેશન દ્વારા સુરતના ઉમરપાડા તાલુકામાં પોષણ પખવાડિયાની ઉજવણી

ProudOfGujarat

ભરૂચ નજીક નબીપુર ઓવરબ્રિજ પાસે ટેન્કર પલટી જતાં અકસ્માત – એક વ્યક્તિનું મોત, એક ઈજાગ્રસ્ત

ProudOfGujarat

Leave a Comment

error: Content is protected !!