:-બનાવ અંગે ની જાણવા મળતી માહિતી મુજબ DRI ડીપાર્ટમેને ફેકટ્રીના માલિક ડો સંકેત પટેલને તેમના નિવાસ્થાને થી ધરપકડ કરી છે ફેકટરી માંથી મેફે ડ્રોન પાવડર ૨.૦૧૯ k.g લિકવિડ ૮.૩૩૦ k.g ૮૦.૩૩૦ k.g ૮૩ k.g મેફે ડ્રોન બનાવવાનો કાચો માલ ફેકટરી માંથી પણ જપ્ત કરવામાં આવ્યું છે…
વધુ માં જાણવા મળ્યા મુજબ આ ડ્રગ્સનો કારોબાર સંકેત પટેલ ઇન્ડો-નેપાળ બોડર થી ભારત બહાર મોકલતો હતો..DRI ની નજર હેઠળ સંકેત આવી ગયો હતો અને DRI ની ટીમે હાલતો ફેકટરી સિલ કરી છે આ જથ્થો ક્યાં અને કોને મોકલવાનો હતો અને સમગ્ર પ્રકરણ માં અન્ય લોકો ની સંડોવણી છે કે કેમ તે દિશા માં તપાસ ચાલુ કરી છે…..
ઉલ્લેખનિય છે કે આ દ્રગ્સ લોક ચર્ચા મુજબ મ્યાઉ મ્યાઉ તરીકે નશાના કારોબાર માં લોકપ્રિય છે..અને આ સમગ્ર રેકેટ ઇન્ટરનેશનલ લેવલ થી ચાલતો હોય તપાસમાં આગામી દિવસોમાં અન્ય લોકોની પણ સમગ્ર પ્રકરણ માં સંડોવણી બહાર આવે તેવી બાબતો પણ નકારી શકાય તેમ નથી……
ભરૂચ જિલ્લાના અંકલેશ્વર GIDC ની મેટ્રિક્સ ફાઈન કેમ ફેકટ્રીમાં એન ડી પી એસ ડિપાર્ટમેન્ટ દ્વારા દરોડા પાડી પ્રતિબંધિત ડ્રગ્સ બનાવવા નું મેફે ડ્રોન પાવડર અને તેને બનાવા માટેનું કેમિકલ તથા કાચો માલ મળી કુલ રૂપિયા ૭ કરોડ ઉપરાંતનો ડ્રગસનો મુદ્દામાલ જપ્ત કર્યા હોવાનું અનુમાન લગાવાઈ રહ્યું છે….
Advertisement