Proud of Gujarat
GujaratCrime & scandalFeaturedINDIA

બોગસ ફેસબુક એકાઉન્ટ ખોલી સાયબર ક્રાઈમ ગુનો ‘એ’ ડીવીઝન પો. મથકે નોંધાયોં

Share

તા.૨૩/૮/૧૮ ભરૂચ જીલ્લામાં ક્રાઈમના બનાવો બનતા જાય છે ત્યારે ભરૂચ નગર ના કબિરપુરા વિસ્તારના રહીશો ‘એ’ ડીવીઝન પો. મથક ખાતે ફરીયાદ નોંધાવી છે કે તેમના પત્નીના નામે બોગસ ફેસબુક એકાઉન્ટ ખોલી અસ્લીલ સાહિત્ય મુકવાતુ હતુ. આ બનાવ અંગે વિગતે જોતા ભરૂચ નગરના કબિરપુરા ખત્રીવાડ માં રહેતા રૂષભ સુનીલકુમાર બ્રાહમીવાળા ની ફરીયાદ મુજબ રચના નગર ખાતે હાલ રહેતા અને ઊત્તરાખંડના મુળ રહેવાસી ગજેન્દ્ર ભુપસિગે ફરીયાદી રૂષભ ની પત્નીના નામે બોગસ ફેસબુક એકાઉન્ટ ખોલી પત્નીને બદનામ કરવા સગા-સંબધી અને મિત્રોને ન છાજે તેવા સાહિત્ય ફેસબુક પર પોસ્ટ કરતો હતો આ એકાઉન્ટ તા. ૧૪/૭/૧૮ ના રોજ ખોલાયું હોવાનું જાણવા મળ્યું છે આરોપી ગજેન્દ્ર ધો-૧૨ પાસ જે ભળેલ છે અને શાલીમાર વિસ્તારમાં આવેલ એક રેસ્ટોરન્ટ માં કામ કરી રહેલ છે પોલીસે આરોપીને ઝડપી પાડવા માટે ચક્રો ગતિમાન કરેલ છે.

Advertisement

Share

Related posts

પંચમહાલ જીલ્લા કોંગ્રેસ સમિતિના અનુસુચિત જાતિ વિભાગ દ્વારા કલેકટરને આવેદનપત્ર અપાયું.

ProudOfGujarat

સુરતની એક શાળામાં 8માં ધોરણમાં અભ્યાસ કરતી 13 વર્ષની એક દીકરી પિતાથી દૂર માતા સાથે રહેતી હતી.

ProudOfGujarat

LEVIS કંપનીના ડુપ્લીકેટ કપડાનું વેચાણ કરતા ઈસમને ઝડપી પાડતી ભરૂચ એસ.ઓ.જી

ProudOfGujarat

Leave a Comment

error: Content is protected !!