Proud of Gujarat
GujaratFeaturedINDIA

ભરૂચ જીલ્લામાં મોહરમ પર્વ નિમિત્તે શહીદે કરબલા ની યાદ માં કલાત્મક તાજીયા નું જુલુશ કઢાવમાં આવ્યું હતું..તેમજ સિવિલ હોસ્પિટલમાં ફ્રુટ વિતરણ સહિતના વિવિધ ધાર્મિક કાર્યક્રમો નું આયોજન કરવામાં આવ્યું હતું…

Share

અાજથી ૧૪૦૦ વર્ષ પહેલા કરબલાના તપતા રણમાં સત્યના કાજે અ સત્ય સામે દસ દસ દિવસો સુધી ભૂખ્યા અને તરસ્યા રહી જંગ લડી અસ્તય સામે શીશ ન ઝુકાવી પોતાના અમુલ્ય પ્રાણોની અાહુતિ અર્પણ કરનાર ઇસ્લામ ધર્મના મહાન સ્થાપક હજરત મુહમ્મદ પયગંબર સાહેબના દોહિત્રો હજરત ઇમામ હસન ર.અ. હજરત ઇમામ હુસૈન ર.અ. તથા તેમના જાંબાઝ સાથીઓની યાદમાં સદીઓ વિત્યા છતાં અાજે પણ સમગ્ર વિશ્વના મુસ્લિમ સંપ્રદાયના લોકો દ્વારા પરંપરાગત રીતે મોહરમ પર્વની ઉજવણી થઇ રહી છે…
ભરૂચ જિલ્લામાં પણ હજરત ઇમામ હશન અને હજરત ઇમામ હુસેન ની યાદ માં કલાત્મક તાજીયા બનાવવા માં આવે છે.ત્યારે યા હુસેન..ના નારા વચ્ચે શહેર માં ૩૫ થી વધુ કલાત્મક તાજીયાના જુલુશ નીકળ્યા હતા..જેમાં મોટી સંખ્યામાં મુસ્લિમ બિરાદરો જોડાયા હતા..શહેર માં ઠેરઠેર મોહરમ પર્વ નિમિત્તે શરબત.દૂધ કોલડ્રિન્ક.સહિત ની નિયાઝ નું વિતરણ કરવામાં આવ્યું હતું..તો બીજી તરફ મસ્જિદોમાં પણ ખાસ મોહરમ પર્વ ઉપર શહીદો ની યાદ માં બયાન ના કાર્યક્રમો યોજાયા હતા..તેમજ કેટલાય લોકો એ રોજા રાખી બંદગી પણ કરવામાં આવી હતી..ભરૂચમાં શુક્રવારે નમાજ બાદ શહેર ના માર્ગો ઉપર કરબલા ના શહીદો ની યાદ માં તાજીયા ના જુલુશ નીકળ્યા હતા…
તો બીજી તરફ ભરૂચ શહેર ની સિવિલ હોસ્પિટલ ખાતે સારવાર લઇ રહેલા દર્દીઓને મોહરમ પર્વ નિમિત્તે સૈયદ કાદરી મેડિકલ એન્ડ વેલ્ફર ચેરીટેબલ ટ્રસ્ટ ભરૂચ ના સૈયદ રશીદ બાપુ ની આગેવાનીમાં મુસ્લિમ બિરાદરો દ્વારા  ફ્રુટ વિતરણનો કાર્યક્રમ યોજવામાં આવ્યો હતો..જેમાં દર્દીઓને ફ્રુટ વિતરણ કરી મોહરમ પર્વ ની ઉજવણી કરી હતી…….

Share

Related posts

ભરૂચ મામલતદાર કચેરીમાંથી ગેરકાયદે ડમ્પર લઈ જવાના કારસામાં ફરિયાદ નોંધાઈ

ProudOfGujarat

હમારા પરિવારની અભિનેત્રી ઈલાક્ષી ગુપ્તા ઉર્ફે સાક્ષીએ તેના ફિટનેસ સિક્રેટ અને શૂટ રૂટિન શેર કર્યા: વ્યસ્ત શેડ્યૂલ હોવા છતાં તેણી કેવી રીતે તેના શરીરને જાળ

ProudOfGujarat

એક સાથે 64 પુસ્તક લોન્ચ કરીને મૂળ અમદાવાદી NRI 27મી ઓક્ટોબરે બનાવશે વર્લ્ડ રેકોર્ડ

ProudOfGujarat

Leave a Comment

error: Content is protected !!