Proud of Gujarat
FeaturedGujaratINDIA

ગોધરાનીજૈન સોસાયટી પાસેથી યુવકના હાથમાથી મોબાઇલની ચીલઝડપ

Share


ગોધરા, રાજુ સોલંકી

ગોધરા શહેરમાં દિન પ્રતિદિન વધતા મોબાઇલ લૂંટના બનાવથી નગરજનોમાં ભયનો માહોલ જોવા મળી રહ્યો છે. મોબાઇલ લૂંટનારાઓ એકપછી એક લુંટ કરી પોલીસને જાણે પડકાર ફેકી રહ્યા છે.જેમા આજરોજ શહેરના એક સાપ્તાહિક તંત્રીના પુત્રના હાથમાથી મોબાઈલ ફોન ઝુંટવીને એકબાઇક સવાર ઇસમ ફરાર થઇ ગયો હતો.તેનો પીછો કરવાનો પ્રયત્ન નિષ્ફળ ગયો હતો.આ અંગે પોલીસને પણ જાણ કરવામા આવી છે.

Advertisement

ગોધરા શહેરમા મોબાઇલ ચીલ ઝડપ કરતી ટોળકી સક્રિય બની છે એક અઠવાડિયા પહેલા ગોધરાના બગીચારોડ ઉપર એક મહિલાના હાથ માંથી મોબાઇલ છૂટવી ને બાઈક સવાર ફરાર થઈ ગયા હતા.ગોધરાના જૈન સોસાયટીની સામે આવેલી મોબાઇલ કંપનીની ઓફિસ પાસે ગોધરા સમાચારના જીતુભાઈ ભાગવાણીના પુત્ર તંત્રીના પુત્ર
ધવલના હાથમાંથી મોબાઇલની ચીલઝડપ કરી બાઇકસવાર ભાગી છૂટયા હતા આ ધવલભાઈ એ મોબાઇલ લૂંટારૂ ઓને પકડાવા પીછો કર્યો પરતું બાઇકચાલક નાસી છુટયા હતા આથી ગોધરા સમાચારના તંત્રીએ ગોધરા એ ડીવીઝન પોલીસ મથકે ફરિયાદ નોધાવાની તજવીજ હાથ ધરી હતી.નોધનીય છે કે દિનપ્રતિદિન ગોધરા શહેરમાં
મોબાઇલ લૂંટના બનાવોથી સ્થાનિક રહીશોઓમાં ભયની લાગણી ફેલાઈ ગઈ છે.


Share

Related posts

હાંસોટ ખાતે સાહસ પ્રોજેક્ટ અંતર્ગત નોડલ શિક્ષક તાલીમ યોજાઇ.

ProudOfGujarat

હઝરત સૈયદ વાહેદઅલી બાવાના જન્મદિન નિમિત્તે ઇન્દોર શાળાના બાળકોને અભ્યાસ ઉપયોગી વસ્તુઓ નું વિતરણ

ProudOfGujarat

અભિનેત્રી ઉર્વશી રૌતેલાએ તેના નવા વર્ષના રિઝોલ્યુશન પર આ કહ્યું, જાણો.

ProudOfGujarat

Leave a Comment

error: Content is protected !!