Proud of Gujarat
GujaratFeaturedINDIA

ગોધરાના જિલ્લા પંચાયત હોલ ખાતે સપ્તક આયોજિત શામ- એ-ગઝલ…નું આયોજન

Share

ગોધરા રાજુ સોલંકી

Advertisement

પંચમહાલ જિલ્લા સમાહર્તા આદરણીય શ્રી અગ્રવાલ સાહેબના સાહિત્ય પ્રેમ અને કવિઓને પાઠવેલ શુભેચ્છાથી કાર્યક્રમનો આગાજ થયો તો ગોધરા નગરના આભૂષણ સમાન ડો.સુજાત વલી સર કે જેઓ નગરની નામાંકિત સંસ્થા સપ્તકના સૂકાની‌ છે એમણે ઉપસ્થિત કવિઓને આવકારી સાહિત્ય પ્રત્યેનો એમનો પ્રેમ વ્યક્ત કર્યો હતો.

ગોધરા નગરમાંથી ફિરોજખાન પઠાન અને મોહસીન મીરે ગઝલપાઠ કરી મહેફિલ જમાવી હતી. ત્યારબાદ અમદાવાદથી આમંત્રિત જી.ટી.પી.એલ ચેનલના પ્રોગ્રામિંગ ડાયરેક્ટર કવિ શ્રી શૈલેષ પંડ્યા , સૂરતના‌ નામાંકિત શાયર ગૌરાંગ ઠાકર અને ગુજરાતના સહુથી ખ્યાતનામ ગઝલ સમ્રાટ ખલીલ ધંતેજવી સાહેબની ગઝલોએ શ્રોતાઓને મંત્રમુગ્ધ કરી દીધા હતા. ગુજરાતના નામી કવિ અને સંચાલક એવા ડો.રઇશભાઈ મણીઆરની બેનમૂન ગઝલો અને સંચાલને મહેફિલને ચાર‌ ચાંદ લગાવ્યા હતા. મોટી સંખ્યામાં ઉપસ્થિત શ્રોતાઓએ મહેફિલને અંત સુધી માણી હતી .. જેમા કવિ શ્રી વિનોદ ગાંધી, વિનુ બામણીયા, પ્રવીણ ખાંટ પ્રસૂન , હિરેનભાઇ પુરોહિત જેવા સૂગ્ન શ્રોતાઓએ દાદ આપી કાર્યક્રમને દિપાવ્યો હતો,,,,,


Share

Related posts

ઝઘડિયાના રઝલવાડા પ્રાથમિક શાળા ખાતે ભાષામેળાનું આયોજન કરવામાં આવ્યું

ProudOfGujarat

અંકલેશ્વરના જુના દિવાના વશી ફળીયામાં *લૂંટ વિથ મર્ડરની ઘટના* સામે આવતા ચકચાર

ProudOfGujarat

વડોદરાના ખાનગી મોલમાં સ્વતંત્ર પર્વ નિમિત્તે ભારત માતા અને દેશની અલગ અલગ વિભૂતિઓ દર્શાવતી રંગોળી તૈયાર કરાઇ.

ProudOfGujarat

Leave a Comment

error: Content is protected !!