Proud of Gujarat
GujaratFeaturedINDIA

દાહોદ જિલ્લાના ઝાલોદ તાલુકાના મુણધા ગામે ગાયબ થઇ ગયેલા બે માસૂમ સગાભાઇઓની લાશ ગામના એક કૂવામાંથી મળી આવી હોવાની ઘટનાએ આખા પંથકમાં ચકચાર મચાવી મૂકી છે.

Share

દાહોદ જિલ્લાના ઝાલોદ તાલુકાના મુણધા ગામે ગાયબ થઇ ગયેલા બે માસૂમ સગાભાઇઓની લાશ ગામના એક કૂવામાંથી મળી આવી હોવાની ઘટનાએ આખા પંથકમાં ચકચાર મચાવી મૂકી છે. છ વર્ષનો એક અન્ય ત્રણ વર્ષના બાળકો કૂવા સુધી કેવી રીતે પહોચ્યા? તે અંગેના સવાલ વચ્ચે પોલીસે કાર્યવાહી શરૂ કરી દીધી છે.
સૂત્રોના જણાવ્યા અનુસાર ઝાલોદ તાલુકાના મુણધા ગામે રહેતા સંજયભાભોર(ઉ.વ.૬) અને તેનો બીજા ભાઈ વિજય ભાભોર(ઉ.વ.૩) એમ બંન્ને જણાગઇકાલે  પોતાના ઘરેથી ગુમ થયા હતા. બંન્ને બાળકોની તેમના  પરિવારજનો દ્વારાભારે શોધખોળ હાથ ધરાઈ રહી હતી. તેમનો કોઇ જ પત્તો હાથ લાગ્યો ન હતો. દરમિયાન આજરોજ સાંજના સમયે આ બંન્ને બાળકોના મૃતદેહ ગામના એકકુવામાંથી તરતી મળી આવતા પરિવારજનોના માથે આભ ટુટી પડ્યુ હતુ. ઘટનાસ્થળ પર પરિવારજનોનુ હૈયાફાટ રૂદન જેવા દ્રશ્યો પણ સર્જાયા હતા.
આ અંગેની જાણ કરવામાં આવતા પોલીસ અધિકારીઓ કાફલા સાથે ઘટનાસ્થળે પહોંચી ગયા હતા. તેઓએ બંન્ને માસુમ બાળકોના મૃતદહેનની કુવામાંથીબહાર કાઢવામાં આવ્યા હતા.  નજીકની હોસ્પિટલ ખાતે પી.એમ.અર્થે મોકલીનેતજવીજ પણ હાથ ધરી દેવામાં આવી છે.  ઉપરોક્ત બનાવથી આખા પંથકમાંઅનેક તર્ક વિતર્ક ઉભા થયા હતા. બાળકોના મોત પાછળની સઘળી હકીકત શુંછે? તે અંગે અનેક ચર્ચાઓ શરૂ થઇ ગઇ હતી. 

Advertisement

Share

Related posts

ભરૂચ : નર્મદા નદીનાં પૂરનાં પાણી ઓસર્યા બાદ ફુરજા, ચાર રસ્તા, ગાંધી બજાર માર્ગ પર સફાઈ અભિયાન શરૂ કરાયું.

ProudOfGujarat

માંગરોળ ઉત્તરવાહિની પરિક્રમામાર્ગ ગંદકીથી ઉભરાયો, પરિક્રમાવાસીઓએ સેવાભાવિ સંસ્થાઓની સેવા લજવી.

ProudOfGujarat

કુળદેવીની આરાધના : રાજપીપળામાં અનોખી તલવાર આરતી યોજાઇ

ProudOfGujarat

Leave a Comment

error: Content is protected !!