Proud of Gujarat
GujaratFeaturedINDIA

સુરતમાં સુસાઈડ નોટ લખી MBAના વિદ્યાર્થીએ 9માં માળેથી કૂદી કર્યો આપઘાત, CCTV

Share

 

સૌજન્ય/સુરત: વેડરોડ પર રહેતા એમબીએના વિદ્યાર્થીએ ડિપ્રેશનમાં આવી 9માં માળેથી પડતું મુકી જીવન ટુંકાવી લીધું હતું. પોલીસને તેની રૂમમાંથી એક સુસાઈડ નોટ મળી. જેમાં તેણે‘મને મારા માઈન્ડના નેગેટીવ વિચારોથી છુટકારો મેળવવો છે’ એવુ લખ્યું હતું. જ્યારે સોસાયટીમાં લાગેલા સીસીટીવીમાં વિદ્યાર્થી વીચે પટકાતો કેદ થઈ ગયો છે.
9માં માળેથી પડતું મુકી આપઘાત કરી લીધો

Advertisement

વેડ ગુરુકુલ રોડ ભગત નગરની સામે તુલસી રેસીડન્સી ખાતે રહેતો પાર્થ બાબુભાઈ માવાણી(ઉ.વ.21) ભગવાન મહાવીર કોલેજમાં એમબીએમાં છેલ્લા વર્ષમાં અભ્યાસ કરતો હતો. તેના પિતા હીરા દલાલીના વ્યવસાય સાથે સંકળાયેલા છે. પાર્થ છેલ્લા ચારેક મહિનાથી ડિપ્રેશનમાં આવી ગયો હતો અને તેની સારવાર પણ ચાલી રહી હતી. બુધવારે મળસ્કે ચાર વાગ્યાના અરસામાં પાર્થ એપાર્ટમેન્ટના ટેરેસ પર ગયો હતો અને ત્યાંથી 9માં માળેથી પડતું મુકી આપઘાત કરી લીધો હતો. વોચમેનને બનાવની જાણ થતા તેણે પરિવારને જાણ કરી હતી. બનાવની જાણ થતા ચોક બજાર પોલીસ ઘટના સ્થળે દોડી ગઈ હતી અને તપાસ શરૂ કરી હતી.

સુસાઈડ નોટ

ઘરમાંથી પોલીસને પાર્થે લખેલી સ્યુસાઈડ નોટ મળી આવી હતી. જેમાં લખ્યું હતું કે, હું સુસાઈડ મારા મનથી કરૂ છું. મારા સુસાઈડ કરવામાં કોઈ બીજાનો કારણ નથી. મને મારા માઈન્ડના નેગેટીવ વિચારોથી છુટકારો મેળવવો છે. બનાવ અંગે ચોક બજાર પોલીસે અકસ્માત મોતની નોંધ કરી વધુ તપાસ હાથ ધરી છે.


Share

Related posts

ભરૂચ ક્રાઈમ બ્રાંચે ૪૫ લાખ ઉપરાંતનો દારૂ જપ્ત કર્યો: બુટલેગરોમાં સનસનાટી

ProudOfGujarat

પ્રદુષિત પાણીનો સિલસિલો યથાવત : અંકલેશ્વર જીઆઇડીસી પાસે વરસાદી કાંસમાં ઔદ્યોગિક વસાહત દ્વારા પ્રદૂષિત પાણી છોડાયું.

ProudOfGujarat

ભરૂચ પોલીસ દ્વારા આયોજીત સેફ એન્ડ સિક્યુર નવરાત્રી મહોત્સવમાં જામી ગરબાની રમઝટ, પ્રજા વચ્ચે અધિકારીઓ પણ ગરબે ઘૂમ્યા

ProudOfGujarat

Leave a Comment

error: Content is protected !!