Proud of Gujarat
GujaratFeaturedINDIA

સુરતના લંપટ સ્વામિનારાયણ સાધુની ગોદડી પરથી વીર્યના ડાઘ મળ્યા, હવસ સંતોષ્યા બાદ પૈસા પણ ન આપ્યા

Share

 
સૌજન્ય/સુરતઃ 15 દિવસ પૂર્વે સાધુએ બળાત્કાર ગુજાર્યા બાદ હું તને ફોન કરું ત્યારે મંદિરે આવી પૈસા લઈ જજે તેમ કહ્યું હતું. સાધુએ મંગળવારે સામેથી ફોન કરી યુવતીને કહ્યું, મંદિરે આવીને પૈસા લઈ જા. આ વાત સાંભળી યુવતીને એવું હતું કે પૈસા મળી જશે અને તેની માતાનું ઓપરેશન થઈ જશે. પણ બન્યું તદ્દન વિપરીત. સાધુએ બીજી વખત બળાત્કાર ગુજાર્યો ને નાણાં આપ્યા વગર જ યુવતીને રવાના કરી દીધી હતી.

પોલીસે સાધુની ધરપકડ કર્યા બાદ તેની ગોદડી અને ચટાઈ કબજે કરી પરિક્ષણ માટે એફએસએલમાં મોકલી આપ્યાં છે. ગોદડી પરથી વીર્યના ડાઘ જોવા મળ્યા છે. બે પેક કોન્ડમ પણ મળ્યાં છે. મંદિરના સ્ટોર રૂમમાં બળાત્કાર ગુજાર્યાનું સામે આવ્યું છે.
સાધુની ગોદડી પરથી વીર્યના ડાઘ મળતા ગોદડી-ચટાઇ પરીક્ષણ માટે FSLમાં મોકલી અપાયાં

Advertisement

સાધુએ સમયાંતરે યુવતી સાથે ફોન પર વાત કરી હોઇ મોબાઇલ પણ FSLમાં મોકલ્યો

ડભોલીના મંદિરના સ્ટોર રૂમમાં લઇ જઇ યુવતી સાથે બળાત્કાર ગુજાર્યો હતો
એફઆઈઆર: માતા સાથે દવા લેવા 23મીએ ડભોલી ગઇ હતી, ફોન કરનાર સાધુ મને રૂમમાં લઇ ગયા, મરજી વિરુદ્ધ સંબંધ બાંધ્યો
‘મારું નામ કોમલ(નામ બદલ્યું છે) છે. હું જહાંગીરપુરા વિસ્તારમાં રહું છું. મારા પિતાને હાર્ટની બિમારી હોવાથી કામધંધો કરતા નથી. મારી માતા ઘરેથી સાડી અને સૂટમાં સ્ટોન લગાડવાની મજૂરી કરે છે. 23મી સપ્ટેમ્બરે મારી માતાના ડાબા હાથની આંગણીઓ ઘરના દરવાજામાં આવી જતા તૂટી ગઈ હતી, જેથી અમે તેને સારવાર માટે કામરેજની હોસ્પિટલમાં લઈ ગયા જ્યાં સર્જરી કરવાનું ડોકટરે કહયું હતું. માતાના ઓપરેશન માટે પૈસાની જરૂર હોવાથી મે કામધંધો કરવાનું વિચાર્યું હતું. કામની શોધમાં 15 દિવસ પહેલા હું કતારગામ જીઆઈડીસી ખાતે ગઈ હતી. ત્યાં મને એક મહિલા મળી. તેણે મને કહ્યું કે તને તારી બહેનપણી સાથે જોયેલી છે. મેં મહિલાને કહેલ કે મારી માતાની આંગળીઓનું ઓપરેશન કરવાનું હોય, તે માટે પૈસા ન હોવાથી હું કામની શોધમાં આવી છું. તેવું કહેતા મહિલાએ મને કહયું કે હું એક અંકલને ઓળખું છું. તે તારી મદદ કરશે. તારો મોબાઈલ નંબર આપ. હું તારો મોબાઈલ નંબર તે અંકલને આપી દઈશ. તેવું કહી મહિલા ચાલી ગઈ હતી.
બે-એક દિવસ પછી મારા મોબાઈલ પર એક વ્યકિતનો ફોન આવ્યો. મને કહયું કે એક બહેને તારો મોબાઈલ નંબર મને આપ્યો છે. તારે પૈસાની જરૂર છે તેવું પૂછતા, મે હા પાડી હતી. ત્યારબાદ ફોન કરનારી વ્યકિતએ મને ડભોલી ચાર રસ્તા પાસે આવેલ સ્વામી નારાયણમંદિરમાં આવી મળવાનું કહયું. જેથી હું બે-ત્રણ દિવસ પછી ડભોલી ચાર રસ્તા પાસે સ્વામીનારાયણ મંદિરે બપોરના સમયે ગઈ હતી. ત્યારે મને એક સાધુ મળ્યો. તેણે કહયું કે મેં જ તમારી સાથે ટેલિફોન પર પૈસાની વાત કરી હતી. મેં સાધુને મારી માતાના આંગળીના ઓપરેશન માટે પૈસાની જરૂર હોવાનું કહ્યું. સાધુએ પૈસા આપવાની વાત કરીને મને એક રૂમમાં લઈ ગયો હતો. રૂમનો દરવાજો બંધ કરી મારી સાથે બળજબરી કરી. મારી સાથે બદકામ કરી આ વાત કોઈને કરશે તો સમાજમાં તારી બદનામી કરી નાંખીશ, એવી ચિમકી આપી હતી. સાધુએ મને પૈસા પણ ન આપ્યા. બીજીવાર આવીશ ત્યારે તને ઓપરેશનના પૈસા આપીશ, એમ કહી રૂમની બહાર કાઢી મૂકી હતી. અઠવાડિયા પછી સાધુનો મારી ઉપર ફોન આવેલો.પૈસા લેવા માટે મંદિરે આવવાનું જણાવ્યું હતું.
માતાની દવા લેવા માટે હું 23મી તારીખે મમ્મી-પપ્પા સાથે ડભોલી આવી હતી. મેં મારી માતાને કહેલ કે મારે થોડું કામ છે. હું આવું છું. એમ કહી હું ડભોલી સ્વામીનારાયણ મંદિરે ગઈ. ત્યાં ફોન કરનાર સાધુ મને મળ્યા. તે વખતે સાધુ મને એક રૂમમાં લઈ ગયા. રૂમનો દરવાજો બંધ કરી સાધુએ મારી સાથે બળજબરી કરી. મારી મરજી વિરૂદ્ધ સંબધ બાંધ્યો હતો. ફરી તારી બદનામી કરી નાંખીશ, એમ કહી રૂમની બહાર કાઢી મૂકી હતી. હું મંદિરમાંથી નીકળીને ડભોલી ચાર રસ્તા પાસે આવી હતી. ત્યાં મારા માતાપિતાએ મને ગભરાયેલી હાલતમાં જોઈને, શુ થયું છે એમ કહીને પૂછવા લાગ્યા હતા. મેં મારા માતા-પિતાને સાધુની હરકતો બાબતેની હકીકતો જણાવી હતી. ત્યારબાદ મારા ભાઈ ત્યાં આવી ગયા હતા. તેણે મહિલા હેલ્પલાઈન 181ને ફોન કર્યો હતો. 181ની મહિલા પોલીસ અને કાઉન્સેલરને મારી આપવીતી જણાવતા તેઓ મને અને માતા-પિતાને પોલીસ સ્ટેશને લઈ ગયા હતા.’
કારણસ્વરૂપદાસ ઉર્ફે નિકુંજ સવાણી
પાખંડી સાધુ 24 વર્ષીય કારણસ્વરૂપદાસનું સંસારી નામ નિકુંજ બાબુ સવાણી છે. મંગળવારે રાત્રે ફરિયાદ નોંધાયા બાદ સ્વામી કારણસ્વરૂપદાસની કતારગામ પોલીસે બુધવારે વહેલી સવારે ધરપકડ કરી હતી. તેને મેડિકલ પરીક્ષણ માટે પોલીસ સ્મીમેર હોસ્પિટલે લઈ ગઈ હતી. સાધુનું સ્પર્મ લઇ શકાયું ન હતું. સાથે પોલીસે જે જગ્યાએ ઘટના બની હતી તે જગ્યાની પણ એફએસએલએ તપાસ કરી હતી.

એક બીજી મહિલાની સંડોવણી , સાધુ સુધી પહોંચાડનારી કોણ?
એક મહિલા થકી સાધુ યુવતીઓને પૈસાની લાલચ આપીને તેણીનું શોષણ કરતો હોવાની વાત છે. કતારગામમાં ફરતી અજાણી મહિલા કોણ છે અને તેનો સાધુ સાથે શું નાતો છે આ તમામ હકીકતોની જો તપાસ કરવામાં આવે તો પાંખડી સાધુની કામલીલાની ચોંકાવનારી હકીકતો બહાર આ‌વી શકે તેમ છે.
ફુટેજ કબજે
મંદિરમાં લાગેલા સીસીટીવી ફુટેજ પોલીસે કબજે કર્યા છે. જેનો અભ્યાસ કર્યો તો મંગળવારે યુવતીની હાજરી મંદિરમાં જણાઈ આવી છે. આ યુવતી સાધુને મળે છે તે પણ સીસી કેમેરામાં જોઇ શકાય છે.
યુવતીનાં લગ્નના એક વર્ષ બાદ જ છૂટાછેડા થયા
સાધુએ બળાત્કાર કર્યાંની ફરિયાદ જે યુવતીએ કરી છે તેના એક વર્ષ પૂર્વે લગ્ન થયાં હતાં. કોઈ કારણોસર યુવતિના પતિ સાથે એક વર્ષ બાદ અણબનાવ બનતા છુટાછેડા થઈ ગયા હતા. હાલ આ યુવતી તેના માતા-પિતા સાથે રહે છે.
યુવતી મંદિરમાં સાધુને મળી હતી
યુવતીની હાજરી મંદિરમાં છે. તે સાધુને મળી છે એ વાત નક્કી છે. પરંતુ પછી શું થયું એ બાબતે હાલ બન્નેનાં મેડિકલ પરિક્ષણ પર મદાર છે.’ – સતીશ શર્મા, પોલીસ કમિશનર, સુરત

8 વર્ષથી આ મંદિરમાં રહે છે સાધુ
8 વર્ષથી સાધુ મંદિરમાં રહે છે. મેડિકલની કાર્યવાહી પૂર્ણ કરી છે. રિપોર્ટ આવ્યા બાદ તપાસ આગળ ધપશે. – એમ.આઇ. પઠાણ, પીઆઇ


Share

Related posts

રાજપીપળા શહેરમાં મોહરમ નિમિત્તે પોલીસ દ્વારા પેટ્રોલિંગ કરાયું

ProudOfGujarat

લોકશાહીના અવસરમાં છેલ્લા ૫૦ વર્ષથી પણ વધુ સમયથી મતદાન કરતા મતદાતાઓનો જિલ્લા ચૂંટણી અધિકારીએ પ્રમાણપત્ર આપી બિરદાવ્યા.

ProudOfGujarat

શહેરા નગરપાલિકા દ્વારા પ્રમુખ અને ઉપપ્રમુખની વરણી કરવામાં આવી

ProudOfGujarat

Leave a Comment

error: Content is protected !!