Proud of Gujarat
FeaturedCrime & scandalGujaratINDIA

પંચમહાલ જિલ્લાના ગોધરા તાલુકાના ગઢચુંદડી ગામના ખેડૂતને ચાર અજાણ્યા શખ્સોએ બેંકમાં ખેડૂતને વાતોમાં ભોળવી નજર ચુકવીને ખેડૂત પાસે રહેલા થેલામાંથી રૂપિયા 50,000 ઉઠાવી ફરાર થઈ ગયા હતા. ખેડૂતે આ અંગે ગોધરા A ડીવીઝન પોલીસ મથકે ફરિયાદ નોંધાવી હતી.

Share

ગોધરા રાજુ સોલંકી

પંચમહાલ જિલ્લામાં દિવસેને દિવસે તસ્કરીના બનાવો વધતા જાય છે, ત્યારે વધુ એક તસ્કરીનો બનાવ ગોધરા ખાતે બેંક ઓફ બરોડાની શાખામાં બન્યો હતો. જેમાં ગોધરા તાલુકાના ગઢચુંદડી ગામે રહેતા અને ખેતમજૂરી કરીને ગુજરાન ચલાવતા ચીમનભાઈ ગુલાબભાઈ પટેલને નાણાની જરૂર હોવાથી તેઓ ગોધરાના ગાંધીચોક ખાતે આવેલી બેંક ઓફ બરોડાની શાખામાં નાણાં લેવા માટે ગયા હતા. જ્યાં 4 જેટલાં અજાણ્યાં શખ્સોએ ચીમનભાઈને વાતોમાં ભોળવી તેમની પાસેના થેલામાં રહેલા રૂપિયા 50,000 ઉઠાવી ચારેય શખ્સો ફરાર થઈ ગયા હતા.
ત્યારબાદ ચીમનભાઈને શંકા જતા તેમણે થેલો તપાસતા તેમાં રૂપિયા ન મળતા પોતે છેતરાયા હોવાનો અહેસાસ થયો હતો. જેથી તેમણે આ અંગે ગોધરા શહેરના A ડીવીઝન પોલીસ મથકે ફરિયાદ નોધાવી હતી. પોલીસે આ ઘટના અંગે 4 અજાણ્યા શખ્સો સામે ફરિયાદ નોંધીને તપાસના ચક્રો ગતિમાન કર્યા છે.

Advertisement

Share

Related posts

અવધ યુટોપિયામાંથી પ્રેસ અને પોલીસના નામે રોફ જમાવતો વલસાડનો ઇન્ટિરીયર ડેકોરેટર પકડાયો.

ProudOfGujarat

શહેરા: મંગણિયાણા ગામે વાજતેગાજતે ગણપતિ દાદાને ભાવભરી વિદાય

ProudOfGujarat

વડોદરાના વિદ્યાર્થીઓ યુક્રેનથી વતન પરત ફરતા સાંસદ ધારાસભ્યના હસ્તે કુમકુમ તિલક કરી ભાવભીનુ કરાયું સ્વાગત.

ProudOfGujarat

Leave a Comment

error: Content is protected !!