ગોધરા રાજુ સોલંકી

પંચમહાલ જિલ્લામાં દિવસેને દિવસે તસ્કરીના બનાવો વધતા જાય છે, ત્યારે વધુ એક તસ્કરીનો બનાવ ગોધરા ખાતે બેંક ઓફ બરોડાની શાખામાં બન્યો હતો. જેમાં ગોધરા તાલુકાના ગઢચુંદડી ગામે રહેતા અને ખેતમજૂરી કરીને ગુજરાન ચલાવતા ચીમનભાઈ ગુલાબભાઈ પટેલને નાણાની જરૂર હોવાથી તેઓ ગોધરાના ગાંધીચોક ખાતે આવેલી બેંક ઓફ બરોડાની શાખામાં નાણાં લેવા માટે ગયા હતા. જ્યાં 4 જેટલાં અજાણ્યાં શખ્સોએ ચીમનભાઈને વાતોમાં ભોળવી તેમની પાસેના થેલામાં રહેલા રૂપિયા 50,000 ઉઠાવી ચારેય શખ્સો ફરાર થઈ ગયા હતા.
ત્યારબાદ ચીમનભાઈને શંકા જતા તેમણે થેલો તપાસતા તેમાં રૂપિયા ન મળતા પોતે છેતરાયા હોવાનો અહેસાસ થયો હતો. જેથી તેમણે આ અંગે ગોધરા શહેરના A ડીવીઝન પોલીસ મથકે ફરિયાદ નોધાવી હતી. પોલીસે આ ઘટના અંગે 4 અજાણ્યા શખ્સો સામે ફરિયાદ નોંધીને તપાસના ચક્રો ગતિમાન કર્યા છે.

LEAVE A REPLY