Proud of Gujarat
GujaratFeaturedINDIA

ભરૂચ નગરપાલિકા અને પોલીસ વિભાગ દ્વારા આજરોજ શહેરમાં ટ્રાફિક ડ્રાઈવ હાથ ધરાઈ.

Share

આજરોજ ભરૂચ નગરપાલિકા તથા પોલીસ વિભાગના સયુંક્ત ઉપક્રમે ભરૂચ શહેરના મુખ્ય માર્ગ એવા સ્ટેશન રોડ ઉપર ટ્રાફિક ડ્રાઈવ હાથ ધરવામાં આવી હતી. ભરૂચ શહેરમાં છેલ્લા ઘણા સમયથી વાહન વ્યવહાર ઘણો બધો વધી જવાના કારણે લોકો દ્વારા પોતાનું વાહન જ્યાં ત્યાં પાર્ક કરી દેવામાં આવે છે. વધુમાં જે તે શોપિંગ સેન્ટર પાસે વાહનો મુકવાની વ્યવસ્થા ન હોવાના અભાવે લોકોને આ સમસ્યાનો સામનો કરવો પડે છે. જેના ભાગરૂપે આજરોજ ભરૂચ સ્ટેશન રોડ પરના વિવિધ શોપિંગ સેન્ટરની બહાર ટ્રાફિકને અડચણ રૂપ પાર્ક કરાયેલ વાહનોની હવા કાઢી નાંખવામાં આવી હતી અને વાહન ચાલકોને જેમતેમ વાહન પાર્ક ન કરે તેવું ખાસ સૂચન કરવામાં આવ્યું હતું. આ ઉપરાંત મુખ્ય માર્ગને અડીને દુકાનદારો દ્વારા કરાયેલ દબાણોને પણ હટાવાયા હતા. સમગ્ર ટ્રાફિક ડ્રાઇવ દરમિયાન ભરૂચ નગરપાલિકાના કર્મચારીઓ, ભરૂચ પોલીસ સહિત ભરૂચ ટ્રાફિક એજ્યુકેશન ટ્રસ્ટના જવાનોએ પોતાનો સહયોગ આપ્યો હતો.

  1. વધુમાં આવનારા દિવસોમાં પણ જો આજ પ્રકારે ભરૂચ નગરપાલિકા તથા પોલીસ વિભાગ દ્વારા ટ્રાફિક ડ્રાઇવ યથાવત રાખવામાં આવે તો ભરૂચ શહેરમાં વાહન ચાલકો ટ્રાફિક અંગે શિસ્ત અને નિયમોનું પાલન કરવા કટિબદ્ધ થઈ રહેશે.

Advertisement

Share

Related posts

ગુજરાતમાં કમોસમી વરસાદનો કહેર, વીજળી પડતાં 20 થી વધુના મોત

ProudOfGujarat

ભરૂચ : નબીપુર ખાતે શ્રમકાર્ડ અને આધારકાર્ડ લિંકની સમજૂતી માટે શિબિર યોજાઇ.

ProudOfGujarat

સુરેન્દ્રનગર : સુરક્ષા સેતુ સોસાયટી અને જિલ્લા પોલીસ દ્વારા મહિલા સ્વરક્ષણ તાલીમ યોજાઇ.

ProudOfGujarat

Leave a Comment

error: Content is protected !!