Proud of Gujarat
GujaratFeaturedINDIA

ભરૂચના દહેજ રોડ ઉપર હાઈવા ડમ્ફર અને બાઈક વચ્ચે અકસ્માત તથા બાઇક ચાલકને પહોંચી ગંભીર ઇજાઓ.

Share

આજરોજ બપોરના સમયે દહેજ રોડ ઉપર આવેલ દહેગામ પાસે મેટ્રો રેલ્વે પ્રોજેક્ટ નજીક બાઈક અને હાઈવા ડમ્ફર વચ્ચે અકસ્માત સર્જાયો હતો. બાઇક નં. GJ 16 AD 3499ના બાઇક ચાલકને હાઈવા ડમ્ફર નં. GJ 16 AU 5595એ અડફેટમાં લેતા અકસ્માત થયો હતો. અકસ્માતમાં બાઇક ચાલકને ગંભીર ઇજાઓ પહોંચી હતી. અકસ્માતની ઘટનાના પગલે રાહદારીઓના લોકટોળા ભેગા થયા હતા. જ્યાં ઇજાગ્રસ્તને પહોંચેલ ગંભીર ઈજાઓ જોતા 108 એમ્બ્યુલન્સ સેવાનો તાત્કાલિક સંપર્ક કરવામાં આવ્યો હતો. ભરૂચ 108ની મદદથી ઇજાગ્રસ્તને ભરૂચની સિવિલ હોસ્પિટલ ખાતે સારવાર અર્થે ખસેડવામાં આવ્યો હતો. અકસ્માતને પગલે પોલીસ દ્વારા અકસ્માતનો ગુનો નોંધી કાર્યવાહી હાથ ધરવામાં આવેલ છે.

Advertisement

Share

Related posts

માંગરોળ ઉમરપાડા તાલુકા કક્ષાનો કૃષિ વિકાસ દિવસ અને રવિ કૃષિ મહોત્સવ યોજાયો.

ProudOfGujarat

નડિયાદ : મહુધાના મંગળપુર પાટીયા પાસે કારમાં આગ લાગતા અફરાતફરી.

ProudOfGujarat

નેશનલ હાઇવે 48 પર ચક્કાજામ: વલથાણ ચોકડી નજીક બે યુવકના મોત  બાદ માંકણા ગામના લોકોનું ચક્કાજામ.ઓવરબ્રિજની માંગ સાથે મામલતદાર અને પોલીસને આવેદન પત્ર પાઠવાયું…  

ProudOfGujarat

Leave a Comment

error: Content is protected !!