Proud of Gujarat
GujaratFeaturedINDIA

ભરૂચ લીંબડીચોક વાસહતના રહીશોએ પીવાના પાણી અને સફાઈ અંગે નગરપાલિકા ખાતે ઉગ્ર રજુઆત કરી.

Share

આજરોજ ભરૂચ લીંબડીચોક વસાહતના લોકોએ વોર્ડ નં. ૧ની વિવિધ સમસ્યાઓ અંગે રજુઆત કરી હતી. છેલ્લા એક વર્ષથી સંતોષી વસાહત સહિત વોર્ડ નં. ૧ના વિસ્તારમાં પીવાના પાણીની તકલીફ જણાઈ રહી છે. લોકો પાણી વિના ખૂબ મુશ્કેલી અનુભવી રહ્યા છે તેમજ ગંદકીના કારણે રોગચાળો ફાટી નીકળે તેવી સંભાવના જણાઈ રહી છે. આ ઉપરાંત વારંવાર રજુઆત કરવા છતાં નગરપાલિકા દ્વારા કોઈ અસરકારક ઉકેલ અને સમસ્યાનું નિરાકરણ આવેલ નથી. આ અંગે નગરપાલિકાના સભ્ય હેમેન્દ્ર કોઠીવાલાએ સ્થાનિક મહિલાઓ સાથે આવી રજુઆત કરતા નગરપાલિકા પ્રમુખ સુરભી તમાકુવાલાએ બે દિવસમાં આ તમામ સમસ્યાના નિરાકરણ અંગે ખાતરી આપી હતી.

Advertisement

Share

Related posts

ભરૂચ : અંકલેશ્વરમાંથી વધુ એક બોગસ તબીબ મેડિકલની કોઈ પણ ડિગ્રી વગર લોકોને આપતો હતો દવા : પોલીસે કરી ધરપકડ.

ProudOfGujarat

ભરૂચ : કોરોના વાયરસની ચેન તોડવા સ્વૈચ્છિક લોકડાઉનને લઇને ત્રીજા દિવસે પણ નેત્રંગનાં બજારો જડબેસલાક બંધ રહયા.

ProudOfGujarat

લીંબડી બસ સ્ટેશનમાં આવેલ પ્લેટફોર્મ પર પાર્કિંગનાં દ્રશ્યો જોવા મળ્યા.

ProudOfGujarat

Leave a Comment

error: Content is protected !!