Proud of Gujarat
GujaratFeaturedINDIA

ભરૂચના મઢુલી સર્કલ નજીક આવેલ SBI બેન્કના ATM સેન્ટરમાં તસ્કરો દ્વારા ચોરી કરવાનો નિષ્ફળ પ્રયાસ.

Share

મળતી માહિતી અનુસાર ભરૂચ શહેરના બાયપાસ-નંદેલાવ રોડ ઉપર આવેલ મઢુલી સર્કલ નજીક SBI બેન્કની નંદેલાવ શાખાના ATM સેન્ટરમાં ગતરાત્રી દરમિયાન બે જેટલા અજાણ્યા તસ્કરો ત્રાટકયા હતાં. ATM સેન્ટરના એક ATM મશીનમાં કેશ મુકવાના બ્લોકમાં નુકશાન કરી કેસ ચોરી કરવાનો પ્રયાસ કર્યો હતો. પરંતુ અંદરનું મેઈન ડોર ન ખુલતા તસ્કરો દ્વારા તેઓનો આ ચોરીનો પ્રયાસ નિષ્ફળ નીવડ્યો હતો.

સમગ્ર ઘટનાની જાણ SBI બેન્કના બ્રાંચ મેનેજરને થતા જ તેઓ દ્વારા ભરૂચ શહેર એ’ ડિવિઝન પોલીસનો સંપર્ક કરવામાં આવતા પોલીસ દ્વારા આ અંગે હાલ વધુ તપાસ હાથ ધરવામાં આવી છે.

Advertisement

આ ઉપરાંત SBI બેન્કના ATM સેન્ટર ખાતે 5થી વધુ સીસીટીવી કેમેરા હોવાથી પોલીસને તસ્કરો શોધવામાં વહેલી તકે સફળતા મળે તેમ પણ લોકમુખે ચર્ચાઈ રહ્યું છે.


Share

Related posts

છોટાઉદેપુર : નસવાડીના લિંડા શિક્ષણ સંકુલમાં જીવાતવાળુ ભોજન અપાતા વિદ્યાર્થીઓનો હોબાળો.

ProudOfGujarat

11 ઓગસ્ટ પછી રાજ્યમાં નહી મળે પેટ્રોલ ડીઝલ ,જાણો શું છે કારણ..?

ProudOfGujarat

ભરૂચના લિંક રોડ પર આવેલ ઈલેક્ટ્રોનિકની દુકાનમાં આગ લાગતા દોડધામ.

ProudOfGujarat

Leave a Comment

error: Content is protected !!