Proud of Gujarat
GujaratFeaturedINDIA

મહિલા પોલીસ સ્ટેશન ભરૂચના ગુનામાં સને ૨૦૧૩થી નાસતા ફરતા આરોપીને ઝડપી પાડતી પેરોલ ફર્લો સ્કોડ ભરૂચ.

Share

પોલીસ મહાનિરીક્ષક અભયસિંહ ચુડાસમા વડોદરા રેન્જ તથા ભરૂચ જિલ્લા પોલીસ અધિક્ષક રાજેન્દ્રસિંહ ચુડાસમા નાઓના માર્ગદર્શન તેમજ પો.સ.ઇ. એ.એસ.ચૌહાણ નાઓની સુચના મુજબ ભરૂચ જિલ્લામાં ચાલી રહેલ નાસતા ફરતા આરોપીઓ શોધી કાઢવા અંગેની ડ્રાઇવ અનુસંધાને ભરૂચ શહેર વિસ્તારમાં પેટ્રોલિંગમાં હતા તે દરમિયાન મળેલ બાતમીના આધારે મહિલા પોલીસ સ્ટેશન ગુ.ર.નં. II 06/2013 IPC ક. 498 (ક), 324, 504, 114 તથા દહેજ ધારા ક. 3, 4 મુજબના ગુનાના કામનો નાસતો-ફરતો આરોપી આસિફ ગફુરભાઈ મન્સુરી ઉં.વ. 42 રહે; બી/83-1, બિલાલ પાર્ક, મનુબર રોડ, ભરૂચનાને મનુબર ચોકડી ખાતેથી આજરોજ તા. 7/12/2018ના કલાક 10:30 વાગે CRPC ક. 41(1) આઈ મુજબ પેરોલ ફર્લો સ્કોડ ભરૂચની ટીમ દ્વારા ઝડપી પાડી તેના વિરુદ્ધ કાયદેસરની કાનૂની કાર્યવાહી કરવા હેતુસર આરોપીને મહિલા પોલીસ સ્ટેશન ભરૂચને સોંપવામાં આવેલ છે.

Advertisement

Share

Related posts

અંકલેશ્વર : આદર્શ બુનિયાદી પ્રાથમિક શાળા ખાતે ગૌરીવ્રત નિમિતે સ્કૂલની બાળકીઓને ડ્રાયફ્રૂટનું વિતરણ કરાયું.

ProudOfGujarat

ભરૂચ જિલ્લામાં શાળાઓમાં ડ્રોપઆઉટ રેશિયો ઘટાડવા વિશેષ ઝુંબેશ : ‘મિશન બેક ટુ સ્કૂલ’ અંતર્ગત હજારો બાળકો સુધી પહોંચવાનો પ્રયાસ

ProudOfGujarat

ઉમરપાડા તાલુકાના નસારપુર ગામેથી વિકસિત ભારત સંકલ્પ યાત્રાનો પ્રારંભ કરાયો

ProudOfGujarat

Leave a Comment

error: Content is protected !!