Proud of Gujarat
GujaratFeaturedINDIA

ભરૂચ કલેકટર કચેરી નજીક પુનિતનગર પાસે પાણીની મેઈન લાઈનમાં લીકેજ થવાના કારણે માર્ગને બંધ કરાયો.

Share

તા. ૮/૧૨/૧૮, ભરૂચ.

ભરૂચ કલેકટર કચેરીથી સિવિલ હોસ્પિટલ જવાના મુખ્ય માર્ગ ઉપર પુનિતનગર સોસાયટી પાસે નગરપાલિકાની મીઠા પાણીની મેઈન પાઇપલાઇનમાં ભંગાણ સર્જાયું હતું. આ મીઠા પાણીની પાઈપલાઈન મારફતે શક્તિનાથ તેમજ આજુબાજુના વિસ્તારમાં પાણી પૂરું પાડવામાં આવે છે. પુનિતનગર પાસે ગતરોજ રાત્રિના 9 કલાકની આસપાસ રસ્તા ઉપર પાણી ફરી વળ્યું હતું. ભરૂચ નગરપાલિકાને આ બાબતની જાણ થતાં વોટર વર્કસની ટીમને દોડાવી હતી. જ્યાં તેઓએ સ્થળ ઉપર આવી જેસીબીની મદદથી ખાડો ખોદાવી તપાસ કરતા પાણીની લાઇનમાં લીકેજ જોવા મળ્યું હતું. જેના પગલે આજરોજ સવારથી જ આ માર્ગને બંને બાજુથી બંધ કરી પાઇપલાઇનના સમારકામ માટે કામગીરી હાથ ધરવામાં આવી છે.

Advertisement

ઉપરાંત, આ બાબતે ભરૂચ નગરપાલિકામાં વોટર વર્ક્સ શાખાનો સંપર્ક કરતા અધિકારીઓએ આ પાઇપલાઇન લીકેજ હોવાની કામગીરીને આજ રાત્રી સુધીમાં આટોપી લેવાની ખાતરી આપી હતી. પરંતુ પાણીની લાઈનમાં લીકેજ ઘણું મોટું હોય જેને પગલે વધુ એક દિવસ તેઓ કામગીરી લંબાવી શકે તેમ પણ લાગી રહ્યું છે.


Share

Related posts

ભરૂચ : મકાનમાં તોડફોડ કરતા યુવકનો વીડિયો વાયરલ થયો, દયાદરા ગામનું હોવાનું અનુમાન.

ProudOfGujarat

ભરૂચ : આઝાદ ભારતનાં પ્રથમ વડાપ્રધાન ચાચા નહેરુ અને ભારત રત્ન એવા પંડિત જવાહરલાલ નહેરુની ૫૬ મી પુણ્યતિથિ નિમિત્તે જિલ્લા કોંગ્રેસનાં અગ્રણીઓએ શ્રદ્ધાંજલિ આપી હતી.

ProudOfGujarat

અંકલેશ્વર પબ્લિક સ્કૂલ ખાતે કોરોના વોરિયર્સ દ્વારા ધ્વજવંદન કાર્યક્રમ ઉજવાયો.

ProudOfGujarat

Leave a Comment

error: Content is protected !!