Proud of Gujarat
GujaratFeaturedINDIA

કેવડિયામાં ડિજી કોન્ફરન્સ ચાલુ થતા ગરૂડેશ્વર તાલુકાના ગામોના ઘરો પર કાળી ધજા ફરકવાઈ.

Share

 

રાજપીપળા:કેવડિયા ખાતે ઓલ ઇન્ડિયા ડિજી કોન્ફરન્સની 20મી ડિસેમ્બરે શરૂઆત થઈ છે.હજુ 21 અને 22મી ડિસેમ્બર એમ બે દિવસ સુધી આ કોન્ફરન્સ ચાલવાની છે.20મી એ કેન્દ્રીય ગૃહમંત્રી રાજનાથ સિંહે બપોરે 3 કલાકે ટેન્ટ સીટી-2 ખાતે ડિજી કોન્ફરન્સનું ઉદ્દઘાટન કરાવ્યું હતું.ત્યારે ગૃહમંત્રીના આવવાના સમયે જ કેવડિયા હેલિપેડ ગ્રાઉન્ડની આજુબાજુ કાળા વાવટા ફરકાવાયા હતા.જોકે ત્યાં હાજર પોલીસે આ કાળા વાવટા તોડી પાડ્યા હતા.પરંતુ ગરૂડેશ્વર તાલુકાના આસપાસના ગામોમાં ઘરો ઉપર કાળી ધજા ફરકવાઈ હતી.જે ધજા હાલમાં પણ ફરકી રહી છે.

Advertisement

આ કાળા વાવટા ફરકાવવાનું કારણ એક જ હોય શકે કે કેવડિયા ખાતે સ્ટેચ્યુ ઓફ યુનિટી બન્યું છે અને ભવિષ્યમાં રેલ્વે સ્ટેશન પણ બનવા જઈ રહ્યું છે. આમ કેવડીયામાં વિકાસ માટે સરકારે આદિવાસીઓની જમીનો સંપાદિત કરી છે.હવે આની સામે સ્થાનિક આદિવાસીઓ વિરોધ નોંધાવી વિકાસના નામે સરકાર આદિવાસીઓની જમીન લૂંટવાનું બંધ કરે એવા આક્ષેપો પણ થઈ રહ્યા છે.બીજું કે જે જમીનો નર્મદા ડેમ અને નહેરો માટે લેવાઈ છે એની પર હાલ ટેન્ટ સીટી,વિવિધ ભવન,રેલ્વે સ્ટેશન બનશે એવું આદિવાસીઓમાં ચર્ચાઈ રહ્યું છે.તો આ જમીનો ફરી મૂળ માલિકોને સોંપવામાં આવે અને આ પ્રોજેક્ટૉ બંધ કરવામાં આવે એવી આદિવાસીઓ માંગ કરી રહ્યા છે.આ પ્રશ્નોને લઈને કેવડીયાથી રાજપીપળા કલેકટર કચેરી સુધી આદિવાસીઓ પદયાત્રા કાઢવાનું પણ નક્કી કર્યું હતું પણ પોલીસે એ યાત્રા રોકી હતી.જેથી આ તમામ મુદ્દે રોષ હોવાને લીધે પણ કાળા વાવટા અને ઘરો ઉપર કાળી ધજા ફરકાવી આદિવાસીઓ પોતાનો વિરોધ નોંધાવ્યો હશે એવી ચર્ચાઓએ જોર પકડ્યું છે.


Share

Related posts

અંકલેશ્વર માતોશ્રી ચેરીટેબલ ટ્રસ્ટ દ્વારા ડો.સર્વપલ્લી રાધાકૃષ્ણનના જન્મદિને શિક્ષકો ના સન્માન કાર્યક્રમ નું આયોજન કરાયું

ProudOfGujarat

નડિયાદ શહેરના પશ્ચિમ વિસ્તારમાં વીજ પુરવઠાની સમસ્યા નિવારવા બેઠક યોજાઇ.

ProudOfGujarat

ભરૂચ: ઉમરા ગામે તબેલામાંથી ૧૦ લાખ રૂપિયાનો વિદેશી દારૂનો જથ્થો ઝડપી પાડતી જંબુસર પોલીસ…

ProudOfGujarat

Leave a Comment

error: Content is protected !!