Proud of Gujarat
GujaratFeaturedINDIA

કેવડિયામાં ડિજી કોન્ફરન્સ ચાલુ થતા ગરૂડેશ્વર તાલુકાના ગામોના ઘરો પર કાળી ધજા ફરકવાઈ.

Share

 

રાજપીપળા:કેવડિયા ખાતે ઓલ ઇન્ડિયા ડિજી કોન્ફરન્સની 20મી ડિસેમ્બરે શરૂઆત થઈ છે.હજુ 21 અને 22મી ડિસેમ્બર એમ બે દિવસ સુધી આ કોન્ફરન્સ ચાલવાની છે.20મી એ કેન્દ્રીય ગૃહમંત્રી રાજનાથ સિંહે બપોરે 3 કલાકે ટેન્ટ સીટી-2 ખાતે ડિજી કોન્ફરન્સનું ઉદ્દઘાટન કરાવ્યું હતું.ત્યારે ગૃહમંત્રીના આવવાના સમયે જ કેવડિયા હેલિપેડ ગ્રાઉન્ડની આજુબાજુ કાળા વાવટા ફરકાવાયા હતા.જોકે ત્યાં હાજર પોલીસે આ કાળા વાવટા તોડી પાડ્યા હતા.પરંતુ ગરૂડેશ્વર તાલુકાના આસપાસના ગામોમાં ઘરો ઉપર કાળી ધજા ફરકવાઈ હતી.જે ધજા હાલમાં પણ ફરકી રહી છે.

Advertisement

આ કાળા વાવટા ફરકાવવાનું કારણ એક જ હોય શકે કે કેવડિયા ખાતે સ્ટેચ્યુ ઓફ યુનિટી બન્યું છે અને ભવિષ્યમાં રેલ્વે સ્ટેશન પણ બનવા જઈ રહ્યું છે. આમ કેવડીયામાં વિકાસ માટે સરકારે આદિવાસીઓની જમીનો સંપાદિત કરી છે.હવે આની સામે સ્થાનિક આદિવાસીઓ વિરોધ નોંધાવી વિકાસના નામે સરકાર આદિવાસીઓની જમીન લૂંટવાનું બંધ કરે એવા આક્ષેપો પણ થઈ રહ્યા છે.બીજું કે જે જમીનો નર્મદા ડેમ અને નહેરો માટે લેવાઈ છે એની પર હાલ ટેન્ટ સીટી,વિવિધ ભવન,રેલ્વે સ્ટેશન બનશે એવું આદિવાસીઓમાં ચર્ચાઈ રહ્યું છે.તો આ જમીનો ફરી મૂળ માલિકોને સોંપવામાં આવે અને આ પ્રોજેક્ટૉ બંધ કરવામાં આવે એવી આદિવાસીઓ માંગ કરી રહ્યા છે.આ પ્રશ્નોને લઈને કેવડીયાથી રાજપીપળા કલેકટર કચેરી સુધી આદિવાસીઓ પદયાત્રા કાઢવાનું પણ નક્કી કર્યું હતું પણ પોલીસે એ યાત્રા રોકી હતી.જેથી આ તમામ મુદ્દે રોષ હોવાને લીધે પણ કાળા વાવટા અને ઘરો ઉપર કાળી ધજા ફરકાવી આદિવાસીઓ પોતાનો વિરોધ નોંધાવ્યો હશે એવી ચર્ચાઓએ જોર પકડ્યું છે.


Share

Related posts

સાર્વજનિક સુઝાવ સંગ્રહ અભિયાન રથ ભરુચ જિલ્લામાં પ્રવેશ્યો

ProudOfGujarat

સુરતનાં પાંડેસરા વિસ્તારમાં આવેલ કાશી વિશ્વનાથ મંદિરમાં તસ્કરોએ દાનપેટીમાં રાખેલ રોકડ રકમની ચોરી કરી હતી આ સમગ્ર ધટના સીસીટીવીમાં કેદ થઈ જતાં પોલીસતંત્ર હરકતમાં આવ્યું છે.

ProudOfGujarat

તા. ૨૦ મી ફેબ્રુઆરીએ રાજપીપલા છોટુભાઇ પુરાણી ડિગ્રી કોલેજ ખાતે પ્લેસમેન્ટ કેમ્પ યોજાશે.

ProudOfGujarat

Leave a Comment

error: Content is protected !!