Proud of Gujarat
GujaratCrime & scandalFeaturedINDIA

ભરૂચ શહેરમાં અગાઉ ૭ વાહન ચોરીના ગુનામાં પકડાયેલ આરોપીને વધુ છ ચોરીના બાઇક સાથે ઝડપી પાડતી ભરૂચ એલ.સી.બી. પોલીસ ……. જાણો કેવી રીતે….???

Share

ભરૂચ જીલ્લા પોલીસ વડા રાજેંદ્રસિંહ ચુડાસમાની સુચના અને માર્ગદર્શન હેઠળ ભરૂચ એલ.સી.બી.ને ભરૂચ શહેરમાં બે માસ અગાઉ ૭ વાહન ચોરીના ગુનામાં ઝડપાયેલ આરોપીને વધુ છ બાઇક સાથે એલ.સી.બી.પોલીસે ઝડપી પાડ્યો હતો.આ અંગે માહિતી આપવા પત્રકાર પરિષદ યોજવામાં આવી હતી જેમાં ઇંચા. પોલીસ ઇન્સપેક્ટર કે.જે.ધડુકે જણાવ્યુ હતુ કે એલ.સી.બી.પોલીસ સબ ઇન્સપેક્ટર વાય.જી.ગઢવી તથા એ.એસ.ચૌહાણ દ્વારા અલગ અલગ ટીમો બનાવી ભરૂચ શહેરમાં સઘન પેટ્રોલિંગ કરાય રહ્યુ હતુ.જે દરમ્યાન એલ.સી.બી.ના પો.કો. મણીલાલસિંહ ને બાતમી મળી હતી જે અનુસાર મયુર મહેશભાઇ પટેલ ને બે માસ અગાઉ ૭ વાહન ચોરીમાં એલ.સી.બી. પોલીસે પકડેલ હતો.જે હાલ જેલ માથી છુટી ગયેલ છે અને ઘરે છે તેની પાસે એક શંકાસ્પદ બાઇક છે.જે આધારે મયુર પટેલને પકડી પાડવામાં આવ્યો હતો.તેની પાસેથી હોન્ડા કંપનીની સાઇન મોટર સાયકલ કિંમત-૨૫૦૦૦ તથા હોન્ડા કંપનીના ૫ એક્ટિવા કિંમત-૧૦૫૦૦૦ મળી કુલ રૂ|.-૧,૩૦,૦૦૦ ની મત્તા પોલીસે જપ્ત કરેલ હતી.આ અંગે મયુર સાથે અલ્પેશ ઉર્ફે અપ્પુ કનુભાઇ ગોહિલ રહે.-ઉટીયાદરા રોડ, કોસંબા એ પણ મદદ કરતા એને  પણ ઝડપી પાડવામાં આવ્યો છે.બન્ને આરોપીઓ જુના મોડલના એક્ટિવા સ્કુટરના લોક ડુપ્લીકેટ ચાવીની મદદથી ખોલી  તેની ચોરી કરતા હતા.મયુર પટેલ આ અગાઉ ૨૦૧૭ માં સુરત જીલ્લાના કડોદરા પોલીસ સ્ટેશનના પ્રોહિબીશનના ગુનામાં અને ભરૂચ એલ.સી.બી. ના હાથે ઝડપાયો હતો…

Advertisement

Share

Related posts

1125 કરોડના એમ.ડી ડ્રગ્સની તપાસમાં થયો મોટો ખુલાસો, જાણો સમગ્ર મામલો.

ProudOfGujarat

અંકલેશ્વર- સરપ્રાઈઝ આપવાના બહાને બોલાવી ગિફ્ટમાં આપી મોત.પૂર્વ પ્રેમિકાએ પ્રેમીની મંગેતરની હત્યા કરી હોવાની શંકા…

ProudOfGujarat

સુરતમાં ગીર સોમનાથના વિવાનને sma નામની બીમારી : સમતા સૈનિક દળ દ્વારા વિવાન માટે ફંડ એકત્ર કરી 1 લાખ 25 હજારનો ચેક એનાયત કર્યો.

ProudOfGujarat

Leave a Comment

error: Content is protected !!