Proud of Gujarat
FeaturedGujarat

ઝગડીયા જીઆઇડીસી માં આવેલ પ્રહરિત પીગમેન્ટ ને ગેરકાયદેસર પ્રદૂષિત પાણી ના નિકાલ માટે ક્લોસર આપતી જીપીસીબી.

Share

અંકલેશ્વર
18.02.19

ગત તારીખ 9 ફેબ્રુઆરી ના રોજ પલસાણા નજીક ખાડી માં ટેન્કર દ્વારા કેમિકલ ખાલવવા જતા ભરવાડ જ્ઞાતિ ના બે નવયુવાન નું મૃત્યુ થયું હતું અને વાહન ચાલક ને ગમ્ભીર હાલત માં હોસ્પિટલ માં દાખલ કરવામાં આવ્યા હતા . કડોદરા પોલીસ અને જીપીસીબી ની સંયુક્ત તપાસ માં આ પ્રકરણ માં ઝગડીયા જીઆઇડીસી ની પ્રહરિત પીગમેન્ટ ના CCTV ફૂટેજ માં માલુમ પડયું કે આ ટેન્કર પ્રહરિત પીગમેન્ટ માં દેખાયું હતું અને તપાસ નો વગતવાર રિપોર્ટ ગાંધીનગર ની જીપીસીબી ની વડી કચરીએ મોકલ્યા હતા.જેમાં મળતી માહિતી મુજબ જીપીસીબી દ્વારા તાત્કાલિક અસર થી પ્રહરિત પીગમેન્ટ ને ક્લોસર આપવામાં આવ્યા હોવાના સમાચાર મળ્યા છે.

Advertisement

ઝગડિયા જી.આઈ.ડી.સી. ની આ એજ કમ્પની છે કે જેમાં ગત 1 ફેબ્રુઆરીના ના રોજ વરસાદી કાશ માં પોતાનું એફલુએન્ટ છોડતા ગામ આગેવાનોએ જીપીસીબી ને બોલાવી ફરિયાદ કરી હતી જેનો રિપોર્ટ પણ વડી કચેરી ગાંધીનગર મોકલી કાર્યવાહી કરવામાં આવી હતી આમ એકજ કમ્પની ના બે બનાવો ના રિપોર્ટ ગાંધીનગર પહોંચ્યા હતા.

ઔદ્યોગિક અગ્રણી અને રાજકીય વગ ધરાવતા સંચાલક ની આ કમ્પની ને ક્લોસર અપાતા ઔદ્યોગિક આલમ માં ફફડાટ ફેલાયો છે.

1 ફેબ્રુઆરી ની એફલુએન્ટ ના ગેરકાયદેસર ના નિકાલ બાબતે કમ્પની સંચાલકો દ્વારા ત્રણ ગામના સરપંચો, ડે. સરપંચો અને અન્ય આગેવાનો વિરુદ્ધ ધમકી, ખડણી અને એટરોસિટી સીટી ની ફરિયાદ દાખલ કરવામાં આવી હતી જેમાં આગેવાનો ઘર પકડ થી બચવા અને ફરિયાદ રદ કરાવવા ગુજરાત હાઈ કોર્ટે ના શરણે ગયા છે અને ખોટી ફરિયાદ ની રજુઆત કરી છે જે કેશ માં તેમને હાલ તો “સ્ટે” મળ્યો છે. અને તેમની તપાસ પૂર્ણ ના થાય ત્યાં સુધી ધરપકડ ના કરવી એવા હુકમ થયા છે.

સામે પક્ષે સરપંચો દ્વારા કરવામાં આવેલ અરજી અને એટરોસિટી ની ફરિયાદ માં FIR દાખલ ના થતા એ રજુઆત જિલ્લા વડા તથા કોર્ટ ને કરવામાં આવી છે અને તે બાબતે તપાસ ચાલુ છે. આમ હાલ આ બનાવો ઔદ્યોગિક આલમ અને તાલુકા માં ચર્ચા નો વિષય બન્યો છે કે જેમાં રોજ નવા નવા રાજકીય અને કાયદાકીય દાવ રમાવા ના સમાચાર મળતા રહે છે.


Share

Related posts

વડોદરા : કોંગ્રેસ સમિતિ દ્વારા કોવિડ-૧૯ ન્યાય યાત્રામાં કોરોનાથી મૃત્યુ પામેલ દરેક મૃતકનાં પરીવાર સાથે મુલાકાત કરવામાં આવી.

ProudOfGujarat

છોટાઉદેપુર જિલ્લાને ૧૩૧ કરોડ રૂપિયાના ૭૦ વિકાસ કામોની ભેટ આપતા મુખ્યમંત્રી.

ProudOfGujarat

ગોધરા : એન.એસ.એસ વિભાગ દ્વારા નરસિંહ અવતારનું નાટક યોજાયુ.

ProudOfGujarat

Leave a Comment

error: Content is protected !!