Proud of Gujarat
FeaturedGujarat

ખોવાયેલા 11 મોબાઇલ વિરમગામ રેલ્વે પોલીસે શોધીને માલીકને પરત કર્યા…

Share

પત્રકાર- વંદના નીલકંઠ વાસુકિયા (વિરમગામ)

મોબાઇલ મિસિંગ અરજીના આધારે સી.ડી.આર ની મદદથી શોધી ને મોબાઇલ માલિકને પરત કર્યા.અંદાજે કિંમત 1,05,539 રૂપીયાના 11 મોબાઇલ માલિકોને વિરમગામ રેલવે પોલીસ સ્ટેશન ખાતે બોલાવી સુપરત કર્યા.

Advertisement

વિરમગામ રેલ્વે પોલીસ દ્વારા વિરમગામ રેલ્વે પોલીસ સ્ટેશનની હદમાં મુસાફરી કરતા સમયે મુસાફરો પોતાના મોબાઇલ ભુલી ગયા હોય કે ગુમ થયેલ હોય તેઓની મોબાઇલ મિસિંગ અરજીના આધારે સીડીઆર મેળવી વિરમગામ રેલ્વે પોલીસે ટીમ બનાવી મિસિંગ થયેલ મોબાઇલ કુલ નંગ 11 જેની અદાજે કિંમત 1,05,539 છે જે મોબાઇલ ફોનના માલિકોને વિરમગામ રેલવે પોલીસ સ્ટેશન ખાતે બોલાવી સુપરત કર્યો હતા.

પશ્ચિમ રેલ્વેના પોલીસ અધિક્ષક ભાવના પટેલની સુચનાથી અને વિભાગીય પોલીસ અધિક્ષક પશ્ચિમ રેલવે અમદાવાદનાઓના માર્ગદર્શન મુજબ વિરમગામ રેલ્વે પોલીસ સ્ટેશન વિસ્તારમાં ટ્રેનમાં મુસાફરી કરતા મુસાફરોએ પોતાના મોબાઈલ ફોન ચાર્જીંગમાં મૂક્યા હોય અને ઉતાવળમાં લેવાના ભૂલી ગયેલ હોય તેમજ ટ્રેનમા ચઢવા સમયે ભીડમાં મોબાઈલ પડી જવાના કે ગુમ થવા કે અન્ય કારણોસર મોબાઇલ મિસિંગ અરજી લખાવેલી હતી. જેના આધારે સીડીઆર મેળવી પીએસઆઇ એસ.એલ ચાવડા સહીત વિરમગામ રેલ્વે પોલીસ સ્ટાફે ટીમ બનાવી મિસિંગ થયેલ મોબાઇલ કુલ નંગ 11 જેની અદાજે કિંમત 1,05,539 છે જે મોબાઇલ ફોનના માલિકોને વિરમગામ રેલ્વે પોલીસ સ્ટેશન ખાતે બોલાવી સુપરત કરવામાં આવ્યા હતા તેવુ અખબારી યાદીમાં જણાવ્યુ હતુ.


Share

Related posts

ભરૂચમાં મુસ્લિમ બિરાદરો દ્વારા રમઝાન માસનાં રોજા રાખી આજે ઈદ-ઉલ-ફિત્રની ઉજવણી કરવામાં આવી.

ProudOfGujarat

રાજપારડીમાં નાની બાળકીએ પ્રથમ રોજો રાખી અલ્લાહની બંદગી કરી.

ProudOfGujarat

અંકલેશ્વર પંથકમાં સેવાભાવી યુવાનો દ્વારા અનોખી પહેલ : ફૂટપાથ પર ઈજાગ્રસ્ત થયેલ વૃદ્ધને હોસ્પિટલ ખસેડાયા.

ProudOfGujarat

Leave a Comment

error: Content is protected !!