Proud of Gujarat
FeaturedGujarat

ભરૂચના ફુરજા બંદર નજીક ધાર્મિક સ્થળો નજીક મળમૂત્ર મુખ્ય માર્ગ ઉપર ૧૫ દિવસથી વહેતુ અત્યંત દૂષિત પાણીના કારણે ૨૦ થી વધુ પરિવાર ઝાડા-ઊલટીના વાવડમાં સપડાયા…અન્ડરગ્રાઉન્ડ ડ્રેનેજ લાઇન ચોક અપ થઇ જતાં ૧૫ દિવસથી જળબંબાકાર…

Share

દિનેશભાઈ અડવાણી

હિન્દુ મુસ્લિમ સમાજના ધાર્મિક સ્થળો પાસે જ ઉભરાતી મળમૂત્રની ડ્રેનેજ લાઈન.દુર્ગંધથી લોકો ઘરના બારી-બારણા બંધ કરી ઘરમાં જ પૂરાઈ રહેતા હોવાનું સ્થાનિકો નુ મીડિયા સમક્ષ નિવેદન.

Advertisement

ભરૂચના ફુરજા બંદર નજીક હિન્દુ-મુસ્લિમ સમાજના ધાર્મિક સ્થળ પર આવેલ મુસ્લિમ ખારવાવાડ વિસ્તારમાં જ મળમૂત્રની ડ્રેનેજ લાઈન છેલ્લા પંદર દિવસથી ઉભરાય રહેતા લોકો ઝાડા-ઊલટી તથા રોગચાળાનો ભોગ બની રહ્યા હોવાની ઘટના પ્રકાશમાં આવી રહી છે.સરકાર સ્વચ્છતાના બણગા ફૂંકી રહી છે ત્યારે ભરૂચ નગરપાલિકા સ્વચ્છતા રાખવામાં ઊંડી ઊતરી રહી હોવાના આક્ષેપ સાથે ભરૂચના ફુરજા બંદર નજીક આવેલ તળતી મસ્જિદ તથા બહુચરાજી મંદિર વચ્ચે આવેલ મુસ્લિમ ખારવાવાડ વિસ્તારમાં અન્ડરગ્રાઉન્ડ ડ્રેનેજ લાઇનની ટાંકીમાંથી છેલ્લા પંદર દિવસથી અત્યંત દુર્ગંધ વાળું પાણી સતત મુખ્ય માર્ગો ઉપરથી ઉભરાઈને નીચાણવાળા વિસ્તારોમાં જળબંબાકાર થતા પાણીનો સંગ્રહ થતા તેમાં સતત મચ્છરોનો ઉપદ્રવ રહેતા મચ્છર મોડીરાત્રિએ નજીકના રહીશોના મકાનોમાં ફરી વડતા લોકો ઝાડા-ઊલટી તથા વિવિધ રોગચાળામાં સપડાઇ રહ્યા છે.જોકે સ્થાનિક રહીશોએ વારંવાર ભરૂચ નગરપાલિકાને જાણ કરવા છતાં પાલિકા તંત્રનો રૂવાળોએ ન ફરકતા આજે રોષે ભરાયેલા રહીશોએ મીડિયાનો સહારો લેવાની ફરજ પડી રહી છે.રહીશોએ રોષ વ્યક્ત કરતા જણાવ્યું હતું કે બે દિવસમાં ઉભરાતી મળમૂત્રની લાઈનની મરમ્મત ભરૂચ નગરપાલિકા નહીં કરાવે તો સમગ્ર મળમૂત્ર વાળું પાણી લઈ જઈ પાલિકામાં ઠલવી રોષ વ્યક્ત કરનાર હોવાની ચીમકી પણ ઉચ્ચારી છે.મળમૂત્ર વાળા પાણીમાંથી લોકો પસાર થઈ રહ્યા છે ત્યારે સ્વચ્છતાની વાત કરતી પાલિકા આ સ્થળે સફાઇ કરાવે તેવી માંગ સ્થાનિક રહીશો કરી રહ્યા છે.


Share

Related posts

ભારતીય સોયાબીન સંશોધન સંસ્થા, ઈન્દોર અને કૃષિ વિજ્ઞાન કેન્દ્ર, ભરૂચ દ્વારા વિસ્તરણ કાર્યકર્તાઓ માટે તાલીમ યોજાઈ.

ProudOfGujarat

પંચમહાલ : સૂરેલી ગામે આર્મીની ભરતીમાં આવેદન કરનાર યુવાનોના જમાવડાએ સોશિયલ ડિસ્ટન્સના ધજાગરા ઉડાવ્યા…

ProudOfGujarat

ઉપલેટા નેશનલ હાઇવે પાસે અજગર દેખાતા વનવિભાગને સોપાયો

ProudOfGujarat

Leave a Comment

error: Content is protected !!